Daily Current Affairs
ભારતની નવી ₹62,500 કરોડની મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમની જાહેરાત
By GS Team
22 Aug 20262 mins read
કેન્દ્ર સરકારે 21 ઓગસ્ટ 2026ના રોજ ₹62,500 કરોડની નવી 'મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ'ની જાહેરાત કરી છે. આ યોજના FY 2026-27 થી 5 વર્ષ માટે અમલમાં રહેશે, જે જૂની PLI યોજનાનું સ્થાન લેશે. વૈશ્વિક કંપનીઓને 2.25% થી 5% અને ભારતીય બ્રાન્ડ્સને 5% પ્રોત્સાહન મળશે. સ્થાનિક ડિઝાઇન અને R&D માટે વધારાનું 3% ઇન્સેન્ટિવ અપાશે. આનાથી 60,000 પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા 21 ઓગસ્ટ 2026ના રોજ ₹62,500 કરોડની 'મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ' ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધીના 5 વર્ષ માટે અમલમાં રહેશે અને તે લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેની જૂની PLI યોજનાનું સ્થાન લેશે.
મુખ્ય મિશન અને પ્રોત્સાહન માળખું :
- ટાર્ગેટ સેગમેન્ટ 1 (ગ્લોબલ કંપનીઓ):
- રૂ. 10,000 કરોડનું લઘુત્તમ ટર્નઓવર ધરાવતી મોટા પાયાની વૈશ્વિક કંપનીઓને 2.25% થી 5% સુધીનું બેઝ ઇન્સેન્ટિવ.
- ટાર્ગેટ સેગમેન્ટ 2 (ભારતીય બ્રાન્ડ્સ):
- રૂ. 1,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશી બ્રાન્ડ્સને ફ્લેટ 5% ઇન્સેન્ટિવ.
- સ્થાનિક ડિઝાઇન અને R&D (સંશોધન અને વિકાસ) માટે વધારાનું 3% પ્રોત્સાહન.
- ઘર આંગણે વેલ્યુ એડિશન:
- જો કંપનીઓ ઉત્પાદિત કુલ મોબાઇલ યુનિટ્સના ઓછામાં ઓછા 25% મુખ્ય કમ્પોનન્ટ્સ સ્થાનિક સ્તરેથી મેળવે, તો તેમને 1.5% સુધીનું વધારાનું ઇન્સેન્ટિવ મળશે.
લક્ષ્યાંકો:
- યોજના હેઠળ કુલ રૂ. 39 લાખ કરોડ ના ક્યુમ્યુલેટિવ મોબાઇલ ફોન ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- આ યોજના દ્વારા આશરે 60,000 પ્રત્યક્ષ રોજગારીની તકો અને ઉચ્ચ નિકાસ પ્રોત્સાહનનું આયોજન છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન:
પ્રશ્ન 1: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી 'મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ' સંદર્ભે નીચેનામાંથી કયું/કયા વિધાન સત્ય છે?
- આ યોજના રૂ. 62,500 કરોડના આઉટલે સાથે 5 વર્ષના સમયગાળા (FY 2026-27 થી FY 2030-31) માટે લાગુ કરવામાં આવી છે.
- સ્થાનિક બ્રાન્ડ્સ માટે ડિઝાઇન અને R&D ક્ષેત્રે વધારાનું 3% ઇન્સેન્ટિવ આપવામાં આવશે.
(A) માત્ર 1 (B) માત્ર 2 (C) 1 અને 2 બંને (D) એકપણ નહીં