Daily Current Affairs

ભારતીય નૌકાદળનું INS સુદર્શિની 'લોકાયન 26' હેઠળ લિસ્બન પહોંચ્યું

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ INS સુદર્શિની 22 ઓગસ્ટ, 2026ના રોજ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યું છે. આ મુલાકાત ‘લોકાયન 26’ ટ્રાન્સઓસેનિક અભિયાનનો ભાગ છે. આ જહાજે ટેગસ નદીમાંથી પસાર થઈ લિસ્બન બંદરમાં પ્રવેશ કર્યો. આ મિશનનો ઉદ્દેશ્ય મૈત્રીપૂર્ણ દેશો સાથે નૌકાદળ સંબંધો મજબૂત કરી દરિયાઈ સહયોગ વધારવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય નૌકાદળનું INS સુદર્શિની 'લોકાયન 26' હેઠળ લિસ્બન પહોંચ્યું

ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ INS સુદર્શિની 22 ઓગસ્ટ, 2026ના રોજ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યું છે. આ મુલાકાત ‘લોકાયન 26’ ટ્રાન્સઓસેનિક અભિયાન (Transoceanic Expedition)ના ભાગરૂપે કરવામાં આવી છે. આ જહાજે ટેગસ નદી માંથી પસાર થઈને લિસબન બંદરમાં પ્રવેશ કર્યો હતો.

લોકાયન 26 મિશન (Lokayan 26): આ ટ્રાન્સઓસેનિક મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય મૈત્રીપૂર્ણ દેશો સાથે નૌકાદળ સંબંધો મજબૂત કરવા, 'વસુધૈવ કુટુમ્બકમ' અને 'સાગર અને મહાસાગર' વિઝન હેઠળ દરિયાઈ સહયોગ વધારવો છે.

INS સુદર્શિની

INS સુદર્શિની ત્રણ મસ્ત ધરાવતું બાર્ક પ્રકારનું સેઇલ ટ્રેનિંગ શિપ છે. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા કરવામાં આવ્યું છે. તે INS તરંગિણીનું સિસ્ટર શિપ છે. તેનું હોમ પોર્ટ કોચી ખાતે આવેલું છે અને તે દક્ષિણ નૌકાદળ કમાન્ડ હેઠળ આવે છે. 

પરીક્ષાલક્ષી પ્રશ્નો: 

પ્રશ્ન 1: ‘લોકાયન 26’ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?

(A) તે માત્ર ભારતીય નૌકાદળની યુદ્ધાભ્યાસ કવાયત છે.
(B) તે ટ્રાન્સઓસેનિક અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય મૈત્રીપૂર્ણ દેશો સાથે નૌકાદળ સંબંધો અને દરિયાઈ સહયોગ મજબૂત કરવાનો છે.
(C) તે માત્ર ભારતીય વેપારી જહાજો માટેની તાલીમ કવાયત છે.
(D) તે ચંદ્ર સંશોધન માટેનું ભારતનું સમુદ્રી મિશન છે.

પ્રશ્ન 2: INS સુદર્શિની અંગે નીચેના વિધાનો પર વિચાર કરો:

  1. તે ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ છે.
  2. તે ત્રણ મસ્ત ધરાવતું બાર્ક પ્રકારનું જહાજ છે.
  3. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
  4. તેનું હોમ પોર્ટ મુંબઈ છે.

ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4