ભારત-થાઇલેન્ડ ‘મૈત્રી-XV’ સંયુક્ત સૈન્ય કવાયત માટે ભારતીય દળ રવાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
17 ઑગસ્ટ 2026ના રોજ ભારતીય સેનાની ટુકડી થાઈલેન્ડ માટે રવાના થઈ, જ્યાં ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી-XV (MAITREE-XV)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભ્યાસનું 15મું સંસ્કરણ છે અને તે 18 ઑગસ્ટથી 31 ઑગસ્ટ 2026 દરમિયાન થાઈલેન્ડના સુરાત થાની ખાતેના વિભાવાડી રંગસિત કેમ્પમાં યોજાવાનું છે.
આ અભ્યાસ દરમિયાન બંને દેશોની સેનાઓ કાઉન્ટર-ઈન્સર્જન્સી (વિદ્રોહ વિરોધી) અને કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) કામગીરી માટે સંયુક્ત તાલીમ લેશે. ખાસ કરીને જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં લશ્કરી કામગીરી પર ભાર મૂકવામાં આવશે.
મૈત્રી (MAITREE) અભ્યાસ:
મૈત્રી કવાયત એ ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે યોજાતો એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્ષિક સૈન્ય અભ્યાસ છે, જેની શરૂઆત વર્ષ ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ સૈન્ય અભ્યાસ બંને દેશોની સેનાઓ વચ્ચે 'કંપની-સ્તર' ની તાલીમ આપવાના સ્વરૂપે યોજાય છે.
મૈત્રી નો મુખ્ય હેતુ:
- આતંકવાદ અને વિદ્રોહ વિરોધી કામગીરી: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ચાર્ટરના પ્રકરણ VII (Chapter VII) હેઠળ જંગલ અને અર્ધ-શહેરી (Semi-urban) વિસ્તારોમાં કાઉન્ટર-ઈન્સર્જન્સી (વિદ્રોહ વિરોધી) અને કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) કામગીરી માટે બંને દેશોની સેનાઓને તાલીમ આપવી.
- સંયુક્ત યુદ્ધ કૌશલ્યનો વિકાસ: સંયુક્ત લશ્કરી યોજનાઓ ઘડવી, ફિલ્ડ એક્સરસાઇઝ કરવી અને યુદ્ધ ક્ષેત્રે નિર્ણય લેવાની ક્ષમતા સુધારવી.
- અનુભવો અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન: બંને દેશોની સેનાઓ પોતાના ઓપરેશનલ અનુભવો આદાન-પ્રદાન કરે છે અને આધુનિક શસ્ત્રો તથા તકનીકોનું પ્રદર્શન અને વિનિમય કરે છે.
- સંરક્ષણ સહયોગ: ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને લશ્કરી સુમેળ (Interoperability) ને વધુ મજબૂત બનાવવો.
સંભવિત પ્રશ્નો:
- મૈત્રી કવાયત કયા બે દેશો વચ્ચે યોજાતો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે?
(A) ભારત–મ્યાનમાર
(B) ભારત–થાઈલેન્ડ
(C) ભારત–વિયેતનામ
(D) ભારત–ઇન્ડોનેશિયા - નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. મૈત્રીની શરૂઆત 2006માં થઈ હતી.
2. મૈત્રી ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે.
3. મૈત્રી-XIVનું આયોજન 2025માં ઉમરોઈ, મેઘાલય ખાતે થયું હતું.
4. મૈત્રીનો મુખ્ય ફોકસ માત્ર દરિયાઈ યુદ્ધ છે.
ઉપરોક્ત પૈકી કયાં નિવેદનો સાચાં છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4









