Daily Current Affairs

જોધપુરમાં ભારત-જાપાનનો હવાઈ યુદ્ધાભ્યાસ, તેજસ-રાફેલ અને F-2A લેશે ભાગ

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ 'વીર ગાર્ડિયન-2026' યુદ્ધાભ્યાસ માટે જોધપુર એર ફોર્સ સ્ટેશન ખાતે 9 થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભેગા થશે. આ દ્વિપક્ષીય અભ્યાસમાં તેજસ, સુખોઇ, રાફેલ અને જાપાનનું F-2A ફાઇટર એરક્રાફ્ટ ભાગ લેશે. તેનો મુખ્ય હેતુ બંને વાયુસેનાઓ વચ્ચે સંચાલકીય તાલમેલ અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોધપુરમાં ભારત-જાપાનનો હવાઈ યુદ્ધાભ્યાસ, તેજસ-રાફેલ અને F-2A લેશે ભાગ

ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે દ્વિપક્ષીય હવાઈ યુદ્ધભ્યાસ ‘વીર ગાર્ડિયન-2026’નું આયોજન 9 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન એર ફોર્સ સ્ટેશન જોધપુર (રાજસ્થાન) ખાતે કરવામાં આવેલ છે. ભારતનું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ, સુખોઇ (Su-30 MKI) અને રાફેલ અને જાપાનનું F-2A ફાઇટર એરક્રાફ્ટ આ યુદ્ધભ્યાસમાં ભાગ લેશે. 

આ યુદ્ધભ્યાસનો મુખ્ય હેતુ બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે ઓપરેશનલ તાલમેલ વધારવો, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી અને એરોસ્પેસ સુરક્ષા ક્ષેત્રે વિનિમય સાધવાનો છે. 

ભારત અને જાપાન વચ્ચેના અન્ય મુખ્ય યુદ્ધભ્યાસ

  • ધર્મ ગાર્ડિયન: ભૂમિસેના વચ્ચેનો યુદ્ધભ્યાસ.
  • જિમેક્સ (JIMEX): નૌકાસેના વચ્ચેનો યુદ્ધભ્યાસ. 
  • શિન્યુઉ મૈત્રી: વાયુસેના વચ્ચેનો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અભ્યાસ.
  • માલાબાર અભ્યાસ: બહુપક્ષીય નૌકાભ્યાસ (જેમાં ભારત, જાપાન, યુ.એસ.એ. અને ઓસ્ટ્રેલિયા – QUAD દેશો ભાગ લે છે).

પરિક્ષાલક્ષી પ્રશ્ન

પ્રશ્ન 1: ભારત–જાપાન સંરક્ષણ સહયોગ સંદર્ભે નીચેના પૈકી કયાં જોડાણો સાચાં છે?

  1. વીર ગાર્ડિયન 26 — વાયુસેના કવાયત
  2. ધર્મ ગાર્ડિયન — થલસેના કવાયત
  3. JAIMEX — નૌકાદળ કવાયત
  4. શિન્યુઉ મૈત્રી— ભૂમિસેના વચ્ચેનો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અભ્યાસ.

સાચો જવાબ પસંદ કરો:

(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 1, 2 અને 4
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4