ઇન્ડિયા એઆઈ મિશન: ભારતનાં સ્વદેશી AI મોડેલ્સ Eka-1, ધીર 2B અને ધીર 5Bનું લોકાર્પણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ડિયા એઆઈ મિશન દ્વારા ભારત સરકારે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફાઉન્ડેશનલ મોડેલ્સનું લોકાર્પણ કર્યું છે. સોકેટ લેબ્સ દ્વારા વિકસિત Eka-1 અને ઝેન્ટેઈક્યુ દ્વારા વિકસિત 'ધીર 2બી' તથા 'ધીર 5બી' નું જાહેર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ મોડેલ્સના લોન્ચિંગને દેશમાં એક મજબૂત અને વ્યૂહાત્મક AI ઇકોસિસ્ટમ સ્થાપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.
Eka-1 - સોકેટ લેબ્સ
આ એક અત્યંત શક્તિશાળી ફાઉન્ડેશન મોડેલ છે, જેમાં 26.3 બિલિયન પેરામીટર્સ છે અને તેને અંદાજે 7.5 ટ્રિલિયન ટોકન્સ પર પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે.
આ મોડેલ અંગ્રેજી ભાષા ઉપરાંત બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ 22 ભારતીય ભાષાઓ ને સપોર્ટ કરે છે.
આ ઓપન સ્પેર્સ હાઇબ્રિડ લેંગ્વેજ મોડેલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ગણિત, કોડિંગ, રીઝનિંગ અને એજન્ટિક ઉપયોગ માટે સક્ષમ છે.
ધીર 2બી અને ધીર 5બી - ઝેન્ટેઈક્યુ
આ મોડેલ્સ ઇન્ટરનેટ વગર પણ કામ કરવા માટે સક્ષમ છે અને દસ્તાવેજો આધારિત સ્વચાલિત પ્રક્રિયાઓ, માહિતીની પુનઃપ્રાપ્તિ અને જ્ઞાન આધારિત સેવાઓમાં ઉપયોગી છે.
આ સંરક્ષણ, સરકારી વહીવટ, ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નાગરિક તથા એન્ટરપ્રાઈઝ સેવાઓ માટે ઉપયોગી છે. ખાસ કરીને ઓછી કનેક્ટિવિટી ધરાવતા અથવા સંવેદનશીલ વાતાવરણમાં તે ઉત્તમ પરિણામ આપે છે.
ઉપયોગો અને ફાયદા
આ મોડેલ્સ સાયબર સુરક્ષા ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા તથા ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરે છે.
આ મોડેલ્સને ઇન્ટરનેટથી સંપૂર્ણ અલગ સુરક્ષિત નેટવર્કમાં પણ ડિપ્લોય કરી શકાય છે, જે દેશમાં સુરક્ષિત અને એન્ટરપ્રાઈઝ-આધારિત AI એપ્લિકેશન્સ માટે નવી સંભાવનાઓ ખોલે છે.
ઇન્ડિયા એઆઈ મિશન વિશે
ટેક્નોલોજી ઉપયોગના લોકશાહીકરણના દૃષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી ભારતે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્ષેત્રે રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડી છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ ભારતના વિશિષ્ટ પડકારોનું સમાધાન કરવું, તમામ નાગરિકો માટે આર્થિક અને રોજગારની નવી તકો ઊભી કરવી તથા ભારતને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.
ભારતમાં AIનું નિર્માણ અને ભારત માટે AIનો ઉપયોગના દૃષ્ટિકોણ સાથે કેન્દ્રીય મંત્રીમંડળે 7 માર્ચ, 2024ના રોજ ઇન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી હતી.
આ મિશનનો ઉદ્દેશ ભારતના વિકાસલક્ષી લક્ષ્યોને અનુરૂપ મજબૂત, સ્વદેશી અને સર્વસમાવેશક AI પરિસરનું નિર્માણ કરવાનો છે. આ માટે મિશન સાત મુખ્ય સ્તંભો પર કાર્ય કરે છે:
- ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટ ક્ષમતા
- ઇન્ડિયા એઆઈ ઇનોવેશન સેન્ટર
- ઇન્ડિયા એઆઈ ડેટાસેટ્સ પ્લેટફોર્મ – AI કોશ
- ઇન્ડિયા એઆઈ એપ્લિકેશન ડેવલપમેન્ટ પહેલ
- ઇન્ડિયા એઆઈ ફ્યુચર સ્કિલ્સ
- ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ
- સુરક્ષિત અને વિશ્વસનીય AI




