Daily Current Affairs
ભારત–જાપાન વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગ માટે મહત્વપૂર્ણ કરાર
By GS Team
20 Aug 20262 mins read
ભારત અને જાપાને 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ મજબૂત કરવા નિર્ણય લીધો. રાજનાથ સિંહ અને શિંજીરો કોઈઝુમીએ દરિયાઈ સુરક્ષા, શિપબિલ્ડિંગ અને સંયુક્ત કવાયતો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાને જોડી યુદ્ધ જહાજોનું નિર્માણ કરશે. ‘વીર ગાર્ડિયન 26’ સહિત અનેક સંયુક્ત કવાયતો યોજાશે.
Summarized by AI; it may make mistakes. Check important info
ભારત અને જાપાને 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ મજબૂત કરવા નિર્ણય લીધો. રાજનાથ સિંહ અને શિંજીરો કોઈઝુમીએ દરિયાઈ સુરક્ષા, શિપબિલ્ડિંગ અને સંયુક્ત કવાયતો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાને જોડી યુદ્ધ જહાજોનું નિર્માણ કરશે. ‘વીર ગાર્ડિયન 26’ સહિત અનેક સંયુક્ત કવાયતો યોજાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા તથા સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝુમીએ દરિયાઈ સુરક્ષા સહયોગ અંગેના મેમોરેન્ડમ ઑફ એરેન્જમેન્ટ (MoA) પર હસ્તાક્ષર કર્યા હતા.
દરિયાઈ સુરક્ષા અને શિપબિલ્ડિંગ સહયોગ
- ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે મેરિટાઇમ ડોમેન અવેરનેસ (MDA), સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તથા આપત્તિ રાહત માં માહિતીની આપ-લે વધુ મજબૂત કરાશે.
- સી લાઇન્સ ઑફ કમ્યુનિકેશન (SLOCs) ની સુરક્ષા માટે નૌકાદળના જહાજોની પરસ્પર મુલાકાત, બંદરોના ઉપયોગ અને લોજિસ્ટિક સહયોગને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે.
- જાપાનની ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓને જોડીને યુદ્ધ જહાજોના નિર્માણ, ડિઝાઇન અને 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ રિપેરિંગ સુવિધાઓનો પરસ્પર ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.
સંયુક્ત સૈન્ય કવાયતો
- ભારત-જાપાન 'વીર ગાર્ડિયન 26' વાયુસેના કવાયતમાં પ્રથમ વખત જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ફાઇટર વિમાનો ભારત આવશે.
- થલસેના અભ્યાસ 'ધર્મ ગાર્ડિયન' અને નૌકાસેના અભ્યાસ 'જિમેક્સ' (JIMEX) ના વિસ્તારને આવકારવામાં આવ્યો.
- ફેબ્રુઆરીમાં ભારત, જાપાન અને ઇન્ડોનેશિયા વચ્ચે યોજાયેલી પ્રથમ ત્રિપક્ષીય 'PASSEX' નૌકાસૈન્ય કવાયતને આવકારવામાં આવી.
સંરક્ષણ ટેક્નોલોજી અને સંસ્થાકીય માળખું
- શિપબોર્ન 'યુનિકોર્ન' એકીકૃત સંચાર એન્ટેના સિસ્ટમ બંને દેશો વચ્ચેનો પ્રથમ સંરક્ષણ સાધનોના ટ્રાન્સફરનું પ્રથમ પ્રતીક બન્યું છે.
- ભારતની DRDO અને જાપાનની ATLA (Acquisition, Technology & Logistics Agency) અદ્યતન સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ વધારશે.
- સંરક્ષણ સહયોગ, ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના અમલીકરણ માટે ડાયરેક્ટર-જનરલ કે જોઇન્ટ સેક્રેટરી સ્તરના વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરાશે.
- ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક માટે સહયોગ મજબૂત કરવો તથાઇન્ડો-પેસિફિક લોજિસ્ટિક્સ નેટવર્ક (IPLN) ને પ્રોત્સાહન આપવું.
પરિક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ભારત–જાપાન સંરક્ષણ સહયોગ સંદર્ભે નીચેના પૈકી કયાં જોડાણો સાચાં છે?
- વીર ગાર્ડિયન 26 — વાયુસેના કવાયત
- ધર્મ ગાર્ડિયન — થલસેના કવાયત
- JAIMEX — નૌકાદળ કવાયત
- PASSEX — ભારત, જાપાન અને ઇન્ડોનેશિયા વચ્ચે ત્રિપક્ષીય નૌકાદળ કવાયત
સાચો જવાબ પસંદ કરો:
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 1, 2 અને 4
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4









