GOBARdhan યોજના 2026: CBG, બાયોએનર્જી અને સર્ક્યુલર બાયોઇકોનોમીને મળશે વેગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકારે ભારત દેશના કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ક્ષેત્રને વેગ આપવા માટે 1 ઓક્ટોબર 2026 ના રોજ નવી દિલ્હી ખાતેથી ગોબરધન (GOBARdhan) સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ યોજના માટે કેન્દ્રીય કેબિનેટે 6 ઓગસ્ટ 2026 ના રોજ ₹23,731 કરોડના બજેટ સાથે મંજૂરી આપી હતી, જે નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 (10 વર્ષ) માટે અમલમાં મુકાશે.
ગોબરધન અને સર્ક્યુલર બાયોએનર્જી
GOBARdhanનું પૂરું નામ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન છે. આનો મુખ્ય હેતુ બાયોગેસ, બાયો-CNG અને જૈવિક કચરામાંથી ઊર્જા બનાવવાની પહેલોને એક રાષ્ટ્રીય મંચ હેઠળ લાવવી.
આ યોજના હેઠળ SATAT (Sustainable Alternative Towards Affordable Transportation) ઇનિશિયેટિવ, માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ અને પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને સાંકળી લેવામાં આવ્યા છે.
મુખ્ય હેતુઓ
- દેશમાં CBG ઉત્પાદન લગભગ 10 ગણું વધારવું.
- ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું.
- સર્ક્યુલર બાયોઇકોનોમી વિકસાવવી.
- ગામડાંઓને સ્વચ્છ ઊર્જાના કેન્દ્રો બનાવવાં.
- ખેડૂતોને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષામાં ભાગીદાર બનાવવા
યોજનાની જરૂરિયાત
ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતમાંથી લગભગ અડધી ગેસ આયાત કરે છે. ભારતની LNG આયાતમાંથી આશરે 55–60% LNG હોર્મુઝ જળમાર્ગ માંથી પસાર થાય છે. તેથી સ્થાનિક સ્તરે ઊર્જા ઉત્પાદન વધારીને ઊર્જા સુરક્ષા મજબૂત કરવી જરૂરી છે.
કમ્પ્રેસ્ડ બાયોગેસની સ્થિતિ
કૃષિ કચરો, છાણ, મ્યુનિસિપલ ઘન કચરો, પ્રેસ મડ અને અન્ય ઓર્ગેનિક મટીરીયલમાંથી બાયોગેસનું શુદ્ધિકરણ કરીને કમ્પ્રેસ્ડ બાયોગેસ મેળવાય છે. વર્તમાનમાં 1,908 પ્લાન્ટ પોર્ટલ પર નોંધાયેલા છે જેમાંથી 217 કાર્યરત પ્લાન્ટ છે.
આર્થિક અને પર્યાવરણીય લક્ષ્યાંકો
- ઉત્પાદન લક્ષ્યાંક: દેશમાં CBG નું ઉત્પાદન 10 ગણું વધારીને 5 MMSCMD સુધી પહોંચાડવું.
- આર્થિક લાભ: ₹40,000 કરોડથી વધુનું પરદેશી હૂંડિયામણ (Foreign Exchange) બચશે, જીડીપી માં ₹75,000 કરોડથી વધુનો ઉમેરો થશે અને 1.5 લાખથી વધુ નવી રોજગારીની તકો અસ્તિત્વમાં આવશે.
- પર્યાવરણીય લાભ: 10 મિલિયન ટન અશ્મિભૂત બળતણ (Fossil Fuel) નો વપરાશ ઘટશે અને 40 મિલિયન ટનથી વધુ Carbon Dioxide (CO2) ઉત્સર્જનમાં ઘટાડો થશે.
GOBARdhan યોજનાના 6 ગ્રોથ એન્જિન્સ

GOBARdhan યોજનાના અપેક્ષિત પરિણામો
- ખાનગી રોકાણ : ખાતરીપૂર્વકની ખરીદી, સ્થિર ભાવ, મૂડી સહાય અને સંસ્થાકીય ધિરાણ દ્વારા CBG પ્રોજેક્ટની વ્યવહારિકતા વધશે અને ખાનગી રોકાણ આકર્ષાશે.
- આર્થિક યોગદાન: આગામી 10 વર્ષમાં CBG ક્ષેત્ર ભારતના GDPમાં ₹75,000 કરોડથી વધુનું યોગદાન આપે તેવી અપેક્ષા છે.
- રોજગાર અને ગ્રામ્ય આજીવિકા: આ ક્ષેત્ર દ્વારા 1.5 લાખથી વધુ રોજગારનું સર્જન થવાની અને ખેડૂતો, ફીડસ્ટોક એગ્રીગેટર્સ, સહકારી સંસ્થાઓ તથા ગ્રામ્ય ઉદ્યોગસાહસિકોની આવક વધવાની અપેક્ષા છે.
- વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન: કૃષિ અવશેષો, પશુ છાણ, શહેરી જૈવિક કચરો અને અન્ય બાયોમાસને સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે. તેનાથી અનિયંત્રિત કચરો અને લેન્ડફિલ પરનો ભાર ઘટશે.
- આબોહવા લાભ: અશ્મિભૂત ઈંધણના સ્થાને CBGનો ઉપયોગ અને જૈવિક કચરાને લેન્ડફિલમાં જતાં અટકાવવાથી 40 મિલિયન ટનથી વધુ CO₂ ઉત્સર્જન ઘટાડવાની અપેક્ષા છે.
- જૈવિક ખાતર અર્થતંત્ર: યોજના હેઠળ આશરે 250 MMT જૈવિક ખાતરનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. સાથે ફેરમેન્ટેડ ઓર્ગનીક ખાતર (FOM) અને લિક્વિડ ફેર્મેન્ટેડ ઓર્ગનિક ખાતર (LFOM) ના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન મળશે.




