ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026: ભારત 38મા ક્રમે, મધ્ય અને દક્ષિણ એશિયામાં સતત પ્રથમ સ્થાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) દ્વારા તાજેતરમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 139 અર્થતંત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સમાં ભારતે 38 મો ક્રમ મેળવ્યો છે.
ભારતનું પ્રદર્શન અને મુખ્ય સિદ્ધિઓ
- વિશ્વમાં ક્રમ: 139 દેશોમાં 38મો ક્રમ.
- પ્રાદેશિક ક્રમ: મધ્ય અને દક્ષિણ એશિયાના 11 અર્થતંત્રોમાં પ્રથમ સ્થાન.
- આવક જૂથ: 36 નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં પ્રથમ સ્થાન.
- સતત 16 વર્ષથી રેકોર્ડ: ભારતે પોતાના આર્થિક વિકાસના સ્તર કરતાં વધુ સારું પ્રદર્શન કરીને સતત 16મા વર્ષે ‘ઇનોવેશન ઓવરપરફોર્મર’ તરીકે સ્થાન મેળવ્યું છે.
ઇનપુટ અને આઉટપુટ સબ-ઇન્ડેક્સ
ઇનોવેશન ઇનપુટ્સ: ભારત 49મા ક્રમે છે, જે ઇનોવેશન માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને સંસાધનોને પ્રતિબિંબ કરે છે.
ઇનોવેશન આઉટપુટ્સ: ભારત 25મા ક્રમે છે, જે ઇનોવેશનને વાસ્તવિક પરિણામોમાં બદલવાની ક્ષમતા ને પ્રતિબિંબ કરે છે.
ભારતના મુખ્ય મજબૂત પાસાંઓ
ICT સેવાઓની નિકાસ : વિશ્વમાં પ્રથમ ક્રમ , જે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવતી સેવાઓમાં ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
લેટ-સ્ટેજ વેન્ચર કેપિટલ ડીલ્સ: વિશ્વમાં 4થો ક્રમ, વિકાસના વધુ પરિપક્વ તબક્કામાં પહોંચેલા સ્ટાર્ટઅપ્સને મળતા રોકાણમાં ભારતની સ્થિતિ દર્શાવે છે.
અમૂર્ત સંપત્તિ તીવ્રતા: 13મો ક્રમ, જે પેટન્ટ, બ્રાન્ડ અને અન્ય નવીનતા-સંબંધિત સંપત્તિઓના મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે.
જ્ઞાન અને ટેકનોલોજી આઉટપુટ: 15મો ક્રમ, જે સંશોધન અને ટેક્નોલોજી દ્વારા ઉપયોગી પરિણામો પેદા કરવાની ક્ષમતા દર્શાવે છે.
ભારતના ગ્લોબલ ઇનોવેશન ક્લસ્ટર્સ
ઇનોવેશન ક્લસ્ટર્સ એટલે એવા ભૌગોલિક વિસ્તારો જ્યાં સંશોધકો, વૈજ્ઞાનિક લેખકો, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ પ્રવૃત્તિઓનું પ્રમાણ વધુ હોય છે. વિશ્વના ટોચના ઇનોવેશન ક્લસ્ટર્સમાં ભારતીય શહેરો:
- બેંગલુરુ: વૈશ્વિક સ્તરે 25મો ક્રમ.
- દિલ્હી: વૈશ્વિક સ્તરે 27મો ક્રમ.
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026 ના ટોચના 5 દેશો
- સ્વિટ્ઝરલેન્ડ
- સ્વીડન
- યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
- રિપબ્લિક ઓફ કોરિયા (દક્ષિણ કોરિયા)
- સિંગાપોર
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ
- પ્રકાશક: વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO).
- સંસ્થા: સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી
- પ્રથમ પ્રકાશન: 2007.
- 2026ની આવૃત્તિ: 19મી આવૃત્તિ.
- વ્યાપ: આશરે 80 સૂચકોના આધારે 139 અર્થતંત્રોનું મૂલ્યાંકન.
- હેતુ: વિવિધ દેશોની નવીનતા ક્ષમતાનું મૂલ્યાંકન કરવું અને તેમની નવીનતા વ્યવસ્થાની શક્તિઓ તથા નબળાઈઓ ઓળખવામાં નીતિનિર્માતાઓને મદદ કરવી.
વૈશ્વિક નવીનતા સૂચકાંકનું માળખું

નવીનતામાં મુખ્ય વૈશ્વિક વલણો
- કૃત્રિમ બુદ્ધિમત્તા: AI આધારિત વ્યવસાયો વૈશ્વિક વેન્ચર કેપિટલ રોકાણનો નોંધપાત્ર હિસ્સો આકર્ષી રહ્યા છે.
- ડીપ-સાયન્સ સ્ટાર્ટઅપ્સ: વૈજ્ઞાનિક શોધોને વ્યાપક સ્તરે ઉપયોગી વ્યાવસાયિક ટેક્નોલોજીમાં રૂપાંતરિત કરવા પર ભાર વધી રહ્યો છે.
- પ્રાદેશિક પ્રવાહો: યુરોપના દેશો ટોચનાં નવીન અર્થતંત્રોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, જ્યારે એશિયાના અર્થતંત્રો પણ ટોચની યાદીમાં મજબૂત હાજરી ધરાવે છે.
- મુખ્ય પડકાર: નવીનતા આધારિત વિકાસ જાળવી રાખવા માટે સંશોધન, માળખાગત સુવિધાઓ, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તથા ઉદ્યોગો વચ્ચેનું જોડાણ મજબૂત કરવું જરૂરી છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વર્લ્ડ બઁક દ્વારા જારી કરવામાં આવે છે.
2. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતને 38મો ક્રમ પ્રાપ્ત થયેલ છે.
3. મધ્ય અને દક્ષિણ એશિયાના 11 અર્થતંત્રોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ઉપરોક્તમાંથી કયાં વિધાનો સાચાં છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3




