Daily Current Affairs

ગરુડ શક્તિ 2026: ભારત–ઇન્ડોનેશિયા વચ્ચે 11મી વિશેષ દળોની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની 11મી સંયુક્ત વિશેષ દળોની સૈન્ય કવાયત 'ગરુડ શક્તિ' ઇન્ડોનેશિયાના બન્યુવાંગી ખાતે યોજાઈ રહી છે. 27 ઑક્ટોબરથી 6 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ કવાયતમાં ભારતીય પેરાશૂટ રેજિમેન્ટ અને ઇન્ડોનેશિયાના વિશેષ દળો ભાગ લઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે સહયોગ અને સંયુક્ત કામગીરીની ક્ષમતા વધારવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરુડ શક્તિ 2026: ભારત–ઇન્ડોનેશિયા વચ્ચે 11મી વિશેષ દળોની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની 11મી સંયુક્ત વિશેષ દળોની સૈન્ય કવાયત ‘ગરુડ શક્તિ’ 27 ઑક્ટોબરથી 6 નવેમ્બર, 2026 દરમિયાન ઇન્ડોનેશિયાના બન્યુવાંગી ખાતે યોજાઈ રહી છે. 

આ કવાયતમાં ભારતીય ટુકડીમાં પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ)ના સૈનિકો અને ઇન્ડોનેશિયાની ટુકડીમાં ત્યાંનાં વિશેષ દળોના કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. .

યુદ્ધાભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યો અને તાલીમ ક્ષેત્રો

આ કવાયતનો મુખ્ય હેતુ બંને દેશોનાં વિશેષ દળો વચ્ચે પરસ્પર સમજણ, સહયોગ અને સંયુક્ત કામગીરીની ક્ષમતા વધારવાનો છે. 

તાલીમના મુખ્ય મુદ્દાઓ

  • જંગલના વાતાવરણમાં ખાસ ઓપરેશન્સ માટેની વ્યુહરચના અને તકનીકો.
  • ઓબ્સ્ટેકલ ક્રોસિંગ (અવરોધો પાર કરવા).
  • લડાયક નિશાનબાજી 
  • પર્વતારોહણ, હવાઈ હુમલાની તાલીમ 
  • શસ્ત્રો, સરંજામ અને ઓપરેશનલ પદ્ધતિઓ અંગે જ્ઞાન અને માહિતીનું આદાન-પ્રદાન.

આ તાલીમનું સમાપન એક વાસ્તવિક ઓપરેશનલ પરિસ્થિતિ પર આધારિત વેલિડેશન એક્સરસાઇઝ સાથે થશે, જેમાં બંને દેશોના જવાનોની લડાયક તૈયારીઓ અને સહયોગનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની અન્ય કવાયતો

  • સમુદ્ર શક્તિ : ભારત અને ઇન્ડોનેશિયાની નૌકાદળ (નેવી) વચ્ચેની કવાયત.
  • IND-INDO CORPAT: બંને દેશોની નૌકાદળ વચ્ચેનો કોર્પોરેટેડ પેટ્રોલ યુદ્ધાભ્યાસ.