Daily Current Affairs

ગુજરાતમાં પ્રથમવાર રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉજવણી

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન પ્રથમવાર રાજ્યવ્યાપી 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' યોજાશે. 'વિકાસ પણ, વિરાસત પણ'ના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત આ મહોત્સવમાં શાળાઓ, મહાવિદ્યાલયો અને સરકારી કચેરીઓ સહિત સમગ્ર વહીવટીતંત્ર જોડાશે. NEP-2020ના સંદર્ભમાં સંસ્કૃત ભાષા અને જ્ઞાનપરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પ્રથમવાર રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉજવણી

ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન પ્રથમવાર રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પ સાથે સંસ્કૃત ભાષા અને તેની જ્ઞાનપરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની માહિતી અનુસાર આ પહેલને માત્ર શૈક્ષણિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખીને શાળાઓ, મહાવિદ્યાલયો, સરકારી કચેરીઓ અને સમગ્ર વહીવટીતંત્રની ભાગીદારી સાથે જનઅભિયાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પહેલને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના સંદર્ભમાં પણ જોવામાં આવે છે. સંસ્કૃત ભાષા માત્ર પ્રાચીન ભાષા તરીકે નહીં, પરંતુ ભારતની જ્ઞાનપરંપરા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાના માધ્યમ તરીકે નવી પેઢી સુધી પહોંચાડવાનો હેતુ છે. 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ 

ગુજરાત સરકારે સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર તથા સંવર્ધન માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના 2020માં કરી હતી. રાજ્ય સરકારની નીતિઓ અને સંસ્કૃત સંબંધિત યોજનાઓના અમલીકરણ માટે બોર્ડ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.

પ્રશ્ન: ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

(A) તેનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર સાથે જોડાયેલો છે.
(B) તેમાં વહીવટીતંત્રને પણ જોડવામાં આવ્યું છે.
(C) ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેની સાથે સંકળાયેલું છે.
(D) તેનો હેતુ માત્ર સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત છે.