Daily Current Affairs

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024: અનંત નાગને ભારતીય સિનેમામાં યોગદાન બદલ સન્માન

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વરિષ્ઠ અભિનેતા અનંત નાગને 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જાહેર થયો છે. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને સન્માનિત કરાશે. કન્નડ, હિન્દી સહિત 300થી વધુ ફિલ્મો અને 'માલગુડી ડેઝ'માં અનંત નાગનો અભિનય નોંધપાત્ર રહ્યો છે. ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સર્વોચ્ચ સન્માન અપાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024: અનંત નાગને ભારતીય સિનેમામાં યોગદાન બદલ સન્માન

વરિષ્ઠ અભિનેતા શ્રી અનંત નાગને ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્ષ 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જાહેર થયો છે. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આન્માન આપવામાં આવશે.

શ્રી અનંત નાગ વિશે 

શ્રી અનંત નાગનો જન્મ કર્ણાટકમાં થયો હતો.. તેમણે કન્નડ ઉપરાંત હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ અને મરાઠી ભાષાની ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને માલગુડી ડેઝ જેવી લોકપ્રિય કૃતિઓમાં પણ તેમની નોંધપાત્ર ભૂમિકા રહી છે. તેમની સિનેમાઈ કારકિર્દી દરમિયાન તેમને 5 ફિલ્મફેર પુરસ્કાર અને 5 કર્ણાટક રાજ્ય શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર સહિત અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમને કર્ણાટક રાજ્ય્યોત્સવ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2025માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિશે 

  • દાદાસાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત 1969માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ વિજેતા તરીકે પ્રસિદ્ધ અભિનેત્રી દેવિકા રાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • ભારતીય સિનેમાના પિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમણે વર્ષ 1913માં ‘રાજા હરિશ્ચંદ્ર’ નામની ભારતની પ્રથમ પૂર્ણ લંબાઈની ફીચર ફિલ્મનું નિર્માણ કર્યું હતું. 
  • દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે આપવામાં આવતું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. આ પુરસ્કાર હેઠળ સ્વર્ણ કમળ પદક, શૉલ અને ₹10 લાખની રોકડ પુરસ્કાર રાશિ આપવામાં આવે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1. વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે?

(A) અમિતાભ બચ્ચન
(B) અનંત નાગ
(C) નસીરુદ્દીન શાહ
(D) શબાના આઝમી