કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026: ભારત પુરુષ અને મહિલા બંને વર્ગમાં ગોલ્ડ સાથે જીત્યું ડબલ ટાઇટલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ખાતે આયોજિત પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં સુવર્ણ સફળતા સાથે 'ડબલ ટાઇટલ' પ્રાપ્ત કર્યા છે. શનિવારે યોજાયેલી ફાઇનલ મેચોમાં બંને ભારતીય ટીમોએ વિજય મેળવીને સમગ્ર ટૂર્નામેન્ટમાં અણનમ રહેવાનો રૅકોર્ડ બનાવ્યો છે.
પુરુષ ટીમનું પ્રદર્શન
ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 54-20ના વિશાળ માર્જિનથી પરાજય આપીને પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
ભારતના સ્ટાર ખેલાડી આદિત્ય શિંદે 14 રેઇડમાંથી 10 રેઇડ પોઇન્ટ્સ સાથે 'સુપર 10' ફટકાર્યો હતો.
ભારતીય પુરુષ ટીમે ટૂર્નામેન્ટની તમામ 8માંથી 8 મેચો જીતી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતે 380 પોઇન્ટ્સ બનાવ્યા અને સામે પક્ષે માત્ર 193 પોઇન્ટ્સ આપ્યા.
મહિલા ટીમનું પ્રદર્શન
કૅપ્ટન નિધિ શર્માના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે પણ પોતાનો દબદબો જાળવી રાખીને યુગાન્ડાને 35 -15થી પરાજય આપીને મહિલા કેટેગરીનું ટાઇટલ જીત્યું હતું.
સાક્ષી એ 10 રેઇડમાંથી 9 રેઇડ પોઇન્ટ્સ મેળવીને ટોપ-સ્કોરર રહી હતી. જેણે સમગ્ર ચેમ્પિયનશિપની 6 મેચોમાં કુલ 52 પોઇન્ટ્સ મેળવ્યા હતા.
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ
અમદાવાદ ખાતે 23થી 31 ઑક્ટોબર 2026 દરમિયાન પ્રથમ વખત કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી, જેમાં 13 દેશોની 23 ટીમોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો.
આ આયોજન ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની મંજૂરી સાથે એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા (AKFI) દ્વારા કરવામાં આવ્યું હતું.
- ભાગીદાર દેશો (13 દેશો): ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઈજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લૅન્ડ, સ્કોટલૅન્ડ અને ઓસ્ટ્રેલિયા.
- મેચોની સંખ્યા: કુલ 62 મેચો, જેમાં 39 પુરુષ મેચ અને 23 મહિલા મેચનો સમાવેશ થયો છે.
પ્રશ્ન 1. પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
(A) નવી દિલ્હી
(B) અમદાવાદ
(C) મુંબઈ
(D) ગાંધીનગર




