ચારણકા સોલાર પાર્ક:ગુજરાતના ગ્રીન એનર્જી ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ચારણકા સોલાર પાર્ક (Charanka Solar Park) ભારતના મોટા પાયાના સોલાર ઊર્જા પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આશરે 4,700 એકર વિસ્તારમાં ફેલાયેલો આ સોલાર પાર્ક 749 મેગાવોટ (MW) વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
ચારણકા સોલાર પાર્કે ગુજરાતને નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટથી વીજ ઉત્પાદન ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.
સોલાર પાર્ક એટલે શું?
સોલાર પાર્ક એટલે એક જ સ્થળે મોટા વિસ્તારમાં કેન્દ્રિત સૌર ઊર્જા ઉત્પાદન ક્લસ્ટર, જ્યાં અનેક ડેવલપર્સ સંયુક્ત માળખાગત સુવિધાઓ (ટ્રાન્સમિશન લાઇન, જમીન, પાણી, રસ્તા) સાથે સૌર પ્લાન્ટ સ્થાપે છે જેથી ખર્ચ અને સમય બંનેમાં કાર્યક્ષમતા વધે.
ગુજરાતના મુખ્ય અન્ય સોલાર પાર્ક
- ધોલેરા સોલાર પાર્ક :
- વિશેષતા: ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે નિર્માણાધીન આ સોલાર પાર્ક ભારતનો સૌથી મોટો સિંગલ-લોકેશન સોલાર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.
- ક્ષમતા: આ પાર્કની પ્રસ્તાવિત કુલ ક્ષમતા 5,000 મેગાવોટ (5 GW) છે.
- ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ:
- વિશેષતા: કચ્છના રણમાં નિર્માણ પામી રહેલો આ પાર્ક વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે, જેમાં સોલાર અને પવન બંને ઊર્જાનો સમાવેશ થાય છે.
- ક્ષમતા: તેની કુલ ક્ષમતા 30,000 મેગાવોટ (30 GW) સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
ભારતમાં સોલાર ઊર્જા
ધ્યેય : 2030 સુધી 280 GW ( વર્તમાન શક્તિ: 164.59 GW )
વૈશ્વિક સ્થિતિ: સૌર ઉર્જા ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે
સરકારી યોજનાઓ:
(1) PM-કુસુમ: ખેડૂતોને સૌર ઊર્જા આધારિત સિંચાઈ પંપ અને સોલાર પાવર પ્લાન્ટ માટે સહાય પૂરી પાડતી યોજના.
(2) પીએમ સુર્ય ઘર: ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને સૌર ઊર્જા અને મફત કે સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવતી યોજના.
પરીક્ષાલક્ષી પ્રશ્નો:
પ્રશ્ન 1: ચારણકા સોલાર પાર્ક અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
- તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલો છે.
- તેની વીજ ઉત્પાદન ક્ષમતા 749 MW છે.
- તે આશરે 4,700 એકર વિસ્તારમાં ફેલાયેલો છે.
ઉપરોક્ત પૈકી કેટલાં વિધાનો સાચાં છે?
(A) માત્ર એક
(B) માત્ર બે
(C) ત્રણેય
(D) એકપણ નહીં
પ્રશ્ન 2: નીચેના પૈકી કયું ગુજરાતના સોલારકે રિન્યુએબલ એનર્જી પાર્કનું યોગ્ય વર્ણન કરે છે?
પાર્ક વિશેષતા
1. ચારણકા 749 MW સોલાર પાર્ક
2. ધોલેરા 5 GW પ્રસ્તાવિત સોલાર પાર્ક
3. ખાવડા 30 GW સુધીની લક્ષિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા
સાચો જવાબ પસંદ કરો:
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3









