ગાંધીનગરમાં બ્રિક્સ યુવા પરિષદ અને યુવા શિખર સંમેલનનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 અંતર્ગત, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા આજે ગુજરાતના ગાંધીનગરમાં બ્રિક્સ યુવા પરિષદની બેઠક અને બ્રિક્સ યુવા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રિક્સના સભ્ય તથા ભાગીદાર દેશોના યુવા પ્રતિનિધિઓ, નવીનતા ક્ષેત્રના યુવાનો, ઉદ્યોગસાહસિકો અને સામાજિક પરિવર્તન લાવનારા યુવાનો ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બ્રિક્સ દેશોના યુવાનો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા, નવીન વિચારો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા, નિર્ણય પ્રક્રિયામાં યુવાનોની ભાગીદારી વધારવા, લોકો-થી-લોકો વચ્ચેના સંબંધો (People-to-People Ties) મજબૂત કરવા તથા ટકાઉ વિકાસમાં યુવાનોની ભૂમિકા વધારવાનો છે.
ભારતની બ્રિક્સ અધ્યક્ષતા – 2026
ભારતે 1 જાન્યુઆરી 2026થી બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. ભારતની 2026 બ્રિક્સ અધ્યક્ષતાની થીમ “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” અર્થાત્ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ છે.
ભારતની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સના વિવિધ ક્ષેત્રોમાં બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 18મું બ્રિક્સ સમિટ સપ્ટેમ્બર 2026માં નવી દિલ્હીમાં યોજાવાનું છે.
બ્રિક્સ વિશે
બ્રિક્સ (BRICS) વિશ્વની અગ્રણી ઉભરતી અર્થવ્યવસ્થાઓનું સંગઠન છે. તેની સ્થાપના 2006માં ‘BRIC’ તરીકે થઈ હતી. ત્યારબાદ 2010માં દક્ષિણ આફ્રિકા જોડાતા તેનું નામ ‘BRICS’ થયું.
મૂળ પાંચ સભ્ય દેશો:
- B – બ્રાઝિલ (Brazil)
- R – રશિયા (Russia)
- I – ભારત (India)
- C – ચીન (China)
- S – દક્ષિણ આફ્રિકા (South Africa)
વિસ્તરણ અને વર્તમાન માળખું
MEAના સત્તાવાર દસ્તાવેજ મુજબ, બ્રિક્સમાં હાલમાં 11 પૂર્ણ સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશો છે. 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) બ્રિક્સના પૂર્ણ સભ્ય બન્યા હતા, જ્યારે 2025માં ઇન્ડોનેશિયા પૂર્ણ સભ્ય બન્યું હતું. આ ઉપરાંત, 2025માં કેટલાક દેશોને ભાગીદાર દેશો તરીકે પણ બ્રિક્સમાં સમાવેશ કરવામાં આવ્યા હતા.
ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)
બ્રિક્સ દેશોએ 2015 માં પોતાની એક બેંક શરૂ કરી હતી, જેને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય મથક શાંઘાઈ, ચીન ખાતે આવેલું છે.
- NDBની પ્રારંભિક અધિકૃત મૂડી (Authorized Capital) 100 અબજ અમેરિકી ડોલર નક્કી કરવામાં આવી હતી. તેમાંથી પ્રારંભિક સબ્સ્ક્રાઇબ્ડ મૂડી 50 અબજ અમેરિકી ડોલર નક્કી કરવામાં આવી હતી, જે તેના પાંચ સ્થાપક સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી હતી.
- વર્લ્ડ બેન્કથી વિપરીત, જ્યાં મતદાન શક્તિ મૂડીમાં દેશના હિસ્સા પર આધારિત હોય છે, ત્યાં NDBમાં સમાન મતદાન વ્યવસ્થા છે.
- દરેક સભ્યને એક મત મળે છે અને કોઈપણ દેશ પાસે વીટો અધિકાર નથી. જોકે, બ્રિક્સના સ્થાપક સભ્ય દેશોનો સંયુક્ત મતદાન હિસ્સો ક્યારેય 55%થી ઓછો થઈ શકતો નથી.
પરીક્ષાલક્ષી પ્રશ્નો:
પ્રશ્ન 1: ભારતની બ્રિક્સ અધ્યક્ષતા-2026 સંદર્ભે નીચેના પૈકી કયાં નિવેદનો સાચાં છે?
- ભારતે 1 જાન્યુઆરી 2026થી BRICSની અધ્યક્ષતા સંભાળી છે.
- ભારતની 2026ની BRICS અધ્યક્ષતાની થીમ “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” છે.
- 18મું BRICS સમિટ સપ્ટેમ્બર 2026માં નવી દિલ્હીમાં યોજાવાનું છે.
સાચો જવાબ પસંદ કરો:
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
પ્રશ્ન 2: બ્રિક્સ સંદર્ભે નીચેના પૈકી કયું નિવેદન સાચું છે?
(A) BRICSની સ્થાપના 2010માં થઈ હતી.
(B) દક્ષિણ આફ્રિકા શરૂઆતથી જ BRICSનું સ્થાપક સભ્ય હતું.
(C) BRICSની સ્થાપના શરૂઆતમાં ‘BRIC’ તરીકે થઈ હતી.
(D) BRICSનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.









