Daily Current Affairs

BRICS નવી દિલ્હી ઘોષણા: UNSC સુધારા, સ્થાનિક ચલણ અને આતંકવાદ વિરોધી પગલાં પર ભાર

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
2026માં યોજાયેલી 18મી BRICS સમિટમાં સભ્ય દેશોએ નવી દિલ્હી ઘોષણા સ્વીકારી. જેમાં UN સુરક્ષા પરિષદમાં સુધારા, ભારત-બ્રાઝિલની ભૂમિકાને સમર્થન, 2025ના પુલવામા હુમલાની નિંદા અને આંતકવાદ વિરોધી પગલાં પર ભાર મૂકાયો. સ્થાનિક ચલણમાં વ્યાપારી સેટલમેન્ટ અને NDBનું સભ્યપદ વધારવા પર પણ સહમતિ સધાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS નવી દિલ્હી ઘોષણા: UNSC સુધારા, સ્થાનિક ચલણ અને આતંકવાદ વિરોધી પગલાં પર ભાર

18મી BRICS સમિટ 2026 દરમિયાન સભ્ય દેશોએ પરસ્પર આદર, સાર્વભૌમ સમાનતા અને લોકશાહીની ભાવના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા 'નવી દિલ્હી ઘોષણા' (New Delhi Declaration) ને સર્વાનુમતે સ્વીકાર્યો છે.

નવી દિલ્હી ઘોષણાના મુખ્ય મુદ્દાઓ

યુએન સુરક્ષા પરિષદમાં સુધારા

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને ગ્લોબલ સાઉથનું વધુ પ્રતિનિધિત્વ આપવા માટે વ્યાપક સુધારાની અપીલ કરવામાં આવી છે.

કાયમી સભ્યો ચીન અને રશિયાએ UNSC માં ભારત અને બ્રાઝિલની મોટી ભૂમિકા ભજવવાની આકાંક્ષાઓને ફરીથી સમર્થન આપ્યું છે.

આંતકવાદ વિરોધી પગલાં 

2025ના પુલવામા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી અને 'કૉમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટેરરિઝમ' (CCIT) ને ઝડપથી અપનાવવા વિનંતી કરાઈ.

સ્થાનિક ચલણ અને સરહદપાર ચુકવણી

BRICS પેમેન્ટ ટાસ્ક ફોર્સ (BPTF)ના માધ્યમથી સ્થાનિક ચલણમાં વ્યાપારી સેટલમેન્ટ અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ન્યૂ ડેવલપમેન્ટ બેંક 

NDB નું સભ્યપદ વધારવા, સ્થાનિક ચલણમાં ધિરાણ આપવા અને 'BRICS-NDB નોલેજ પોર્ટલ' ના લોન્ચિંગને સમર્થન આપવામાં આવ્યું.

ઔદ્યોગિક નવીનતા 

'PartNIR' ના માધ્યમથી ઈન્ડસ્ટ્રી 4.0 માં સહયોગ મજબૂત કરાયો અને ભારતના 'ઇન્ડિયા સેન્ટર ફોર બ્રિક્સ ઇન્ડસ્ટ્રીયલ કમ્પિટેન્સીઝ' (ICBIC) નું સ્વાગત કરવામાં આવ્યું છે. 

અન્ય મહત્વપૂર્ણ પહેલ

  • BRICS ગ્રેઈન એક્સચેન્જ ની સ્થાપના 
  • પરંપરાગત અને પૂરક તબીબી પદ્ધતિઓ માટે વર્કિંગ ગ્રુપ (TCIM) ની રચના 
  • ક્ષમતા નિર્માણ અને નવી કુશળતા માટે 'BRICS CONNECT' (ક્ષમતા નિર્માણ, રોજગારક્ષમતા અને નવી કુશળતા અને તકનીકો માટે બ્રિક્સ સહકાર નેટવર્ક) માળખું અપનાવવામાં આવ્યું.