Daily Current Affairs

ભારત ટેક્સી: ભારતનું પ્રથમ સહકારિતા આધારિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત ટેક્સી, ભારતના પ્રથમ સહકારી આધારિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ, 8 રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓના સમર્થનથી 6 જૂન, 2025ના રોજ શરૂ થયું છે. સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત આ પ્લેટફોર્મ ડ્રાઈવરોને ₹500માં શેર ખરીદીને 'સારથી-માલિક' બનવાની તક આપે છે. તે ઝીરો-કમિશન અને સબ્સ્ક્રિપ્શન મોડેલ પર કાર્ય કરે છે, જેનાથી ડ્રાઈવરોને તેમની કમાણી પૂરેપૂરી મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત ટેક્સી:  ભારતનું પ્રથમ સહકારિતા આધારિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ

ભારત ટેક્સી (Bharat Taxi) ભારતનું પ્રથમ સહકારી આધારિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ છે. 6 જૂન 2025ના રોજ 'બહુ-રાજ્ય સહકારી સમિતિ અધિનિયમ, 2002' હેઠળ રચાયેલા આ પ્લેટફોર્મને NCDC, IFFCO, NABARD, KRIBHCO, AMUL, NAFED, NDDB અને NCEL જેવા 8 રાષ્ટ્રીય કક્ષાના સહકારી સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે. 

ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (STCL) દ્વારા કરવામાં આવે છે. તેનું વિશિષ્ટ પાસું એ છે કે અહીં સામાન્ય રાઇડ-હેલિંગ પ્લેટફોર્મની જેમ ડ્રાઇવર માત્ર ‘પાર્ટનર’ નથી, પરંતુ ‘સારથી-માલિક (Sarathi-owner)’ તરીકે સહકારી સંસ્થાનો સભ્ય અને માલિક બની શકે છે. 

મુખ્ય બાબતો અને વિશેષતાઓ:

  • શૂન્ય-કમિશન મોડલ: ભારત ટેક્સી કોઈ વધારાનું પ્લેટફોર્મ ફી કે 'સર્જ પ્રાઇસિંગ' (Surge Pricing) વસૂલતી નથી. તે સબ્સ્ક્રિપ્શન મોડલ પર કામ કરે છે, જેથી ડ્રાઇવરોને તેમની મુસાફરીની પૂરેપૂરી કમાણી મળે છે.
  • 'સારથી હી માલિક' દ્રષ્ટિકોણ: ડ્રાઇવરોને 'સારથી' તરીકે ઓળખવામાં આવે છે. ₹500ના શેર ખરીદીને તેઓ સહકારી મંડળીના સભ્ય-માલિક બને છે અને વ્યવસ્થાપન નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી મેળવે છે.
  • પ્રગતિ અને વિસ્તાર: 25 જુલાઈ 2026 સુધીમાં, દિલ્હી-NCR, ગુજરાત, મુંબઈ, જયપુર, પૂણે વગેરે જેવા શહેરોમાં આશરે 8 લાખ નોંધાયેલા સારથીઓ અને 41 લાખ ગ્રાહકો જોડાયા છે. 2029 સુધીમાં તેને દેશવ્યાપી વિસ્તારવાનું લક્ષ્ય છે.
  • મહિલા સશક્તિકરણ: મહિલા મુસાફરોની સુરક્ષા માટે 'સારથી દીદી' અને મહિલા ડ્રાઇવરો માટે 'બાઇક દીદી' જેવી પહેલ શરૂ કરવામાં આવી છે.
  • ડિજિટલ એકીકરણ અને સામાજિક સુરક્ષા: ઈ-શ્રમ પોર્ટલ એકીકરણ દ્વારા સારથીઓને ₹5 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ અને આયુષમાન ભારત (AB-PMJAY) યોજના હેઠળ મફત સારવાર જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સિવાય DigiLocker, UMANG અને API Setu સાથે ડિજિટલ ઓનબોર્ડિંગ પૂરી પાડવામાં આવે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન:

પ્રશ્ન 1: ભારત ટેક્સી’ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

  1. ભારત ટેક્સી સહકારી આધારિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ છે.
  2. તેનું સંચાલન સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (STCL) દ્વારા કરવામાં આવે છે.
  3. તેમાં ડ્રાઇવરોને માત્ર પ્લેટફોર્મના ‘પાર્ટનર’ તરીકે જોડવામાં આવે છે અને તેમને માલિકી હક આપવામાં આવતો નથી.
  4. તે શૂન્ય-કમિશન અને સબ્સ્ક્રિપ્શન આધારિત મોડલ પર કાર્ય કરે છે.

ઉપરોક્ત પૈકી કેટલાં વિધાનો સાચાં છે?

(A) માત્ર એક
(B) માત્ર બે
(C) માત્ર ત્રણ
(D) ચારેય