Gujarat

દાહોદમાં ગેસ પાઇપ લાઇનની કામગીરીથી ખોદેલા ખાડાના કારણે ટ્રાફિક જામ

By GS Team
16 Jan 20202 mins read
This article was originally published on 16 Jan 2020
દાહોદમાં ગેસ પાઇપ લાઇનની કામગીરીથી ખોદેલા ખાડાના કારણે ટ્રાફિક જામ

દાહોદ તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર 

 દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે .હાલ શહેરના યાદગાર ચોકથી ગોવિંદનગર સુધી જવાના માર્ગેની બાજુમાં ખાડા ખોદી ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી  ચાલી રહી છે .જેથી  ઠેર ઠેર ટ્રાફિક જામના  દ્રશ્યો સહિતની સમસ્યાએ નિર્માણ લીધુ છે. સવારથી સાંજ સુધી આ વિસ્તારોમાં ટ્રાફિકથી લોકો  પરેશાન થઈ ગયા છે.

 દાહોદ શહેરમાં હાલ ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરીઓ તંત્ર દ્વારા હાથ ધરી રહી છે .આ સાથે શહેરનો મુખ્ય માર્ગ એવો યાદગાર ચોકથી ગોવિંદ નગર સુધી જવાના માર્ગેની સાઈડમાં ખાડાઓ ખોદી પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે.સવારથી જ આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓને  હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો અટવાઈ જાય છે. કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યોથી લોકોને અટવાવું પડે છે. નિર્ધારીત રૃટ સુધી પહોંચવા માટે ખાસ્સો સમય વેડફાઈ જાય છે.

 ઘણીવાર તો આ માર્ગ પરથી પસાર થતાં રિક્ષા ચાલકો, ફોર વ્હીલર, ટુ વ્હીલર વાહન ચાલકોમાં વાહન અડી જવાથી બોલાચાલી અને મારામારીના દ્રશ્યોએ પણ  બને છે. આ માર્ગથી શહેરના અનેક રૃટો પર પણ અસર જોવા મળી રહી છે. વાહન ચાલકો લાંબુ અંતર કાપી પોતાના નિર્ધારત સ્થાને પહોંચવાની ફરજ પડી રહી છે.

આ માર્ગથી બીજા માર્ગ સુધી વન વે જાહેર કરવા છતાં પણ ફોર વ્હીલર વગેરે વાહનો ઘુસી જવાથી અગવડતા ઉભુ થવા પામી છે. ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર નજરે પડી રહ્યા છે પરંતુ  ટ્રાફિકની સ્થિતી જાતા તેઓ પણ ટ્રાફિકને નિયંત્રણ કરવામાં ઘણી વખત અસફળ રહેતા નજરે પડયા હતા.