ઝો સલદાના : ના, હોલિવુડમાં અસમાન અભિગમ નહીં ચાલે

હોલિવુડ અભિનેત્રી ઝો સલદાનાએ મનોરંજન ઉદ્યોગના એ અવ્યવહારુ વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં મહિલાઓ તેમજ અશ્વેત કલાકારોને જ વિવિધતા અને સમાવેશીતા બાબતે રાજકીય પ્રશ્નો પૂછવામાં આવે છે. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં બોલતી વખતે આ ઓસ્કર વિજેતા અભિનેત્રીએ જણાવ્યું કે, આવા સવાલોના જવાબો આપવાની અપેક્ષા માત્ર કલાકારો પાસેથી રાખવી અત્યંત હતાશાજનક છે.
સલદાનાના મતે, પોતાની કલા કે અભિનય વિશે વાત કરવાના બદલે પેનલ પર હાજર એકમાત્ર અશ્વેત મહિલા હોવાને કારણે તેને સિસ્ટમ સુધારવાના સવાલો પૂછવા એ વધારાનો બોજ લાદવા સમાન છે. પત્રકારો અને વિશ્લેષકોએ આવા પ્રશ્નો હોલિવુડના નિર્ણાયકો, જેમ કે સ્ટુડિયો હેડ્સ, પ્રોડયુસર્સ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ, વગેરેને પૂછવા જોઈએ, કારણ કે સાચો બદલાવ લાવવાની સત્તા તેમની પાસે છે. હાંસિયામાં ધકેલાયેલા કલાકારો પર સિસ્ટમ બદલવાની જવાબદારી ઢોળવી એ મૂળ જવાબદારીમાંથી છટકવા જેવું છે.
પોતાના અભિનયના દમ પર વૈશ્વિક ઓળખ બનાવનાર સલદાનાને ૨૦૨૫માં 'એમિલિયા પેરેઝ' માટે બેસ્ટ સપોટગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. સલદાના માને છે કે કલાકારોને માત્ર તેમની જાતિ કે લિંગના આધારે આખા સમુદાયના પ્રવક્તા ન ગણવા જોઈએ. તેનો સ્પષ્ટ સંદેશ છે કે સમાવેશીતા એ સમગ્ર ઉદ્યોગની સહિયારી જવાબદારી છે, નહીં કે માત્ર વંચિત કલાકારો પર…




