નવું શું છે?

દેશપ્રેમમાં ઝબોળાયેલી વૉર મૂવીઝ જોવામાં તમને રસ પડતો હોય તો તમને વૉર સિરીઝમાં પણ રસ પડશે. ટાઇટલ છે, 'ઓપરેશન સફેદ સાગર'. ૧૯૯૯ના કારગિર વૉરમાં ઇન્ડિયન એર ફોર્સે ભજવેલી ભૂમિકા આ ફિલ્મના કેન્દ્રમાં છે. સાઉથ ઇન્ડિયન સિદ્ધાર્થ, જિમી શેરગિલ લીડીંગ રોલમાં જોવા મળશે. આ શો આજે જ નેટફ્લિક્સ પર મૂકાયો છે.
'માય લાઇફ વિથ ધ વોલ્ટર બોય્ઝ' નામની ટીન રોમેન્ટિક સિરીઝ ઓલરેડી ખાસ્સી વખણાઈ છે. હવે તેની ત્રીજી સિઝન આવી છે. જેકી નામની કન્યાને બે સગા ભાઈઓ પ્રત્યે ફીલિંગ્સ છે - કોલ અને એલેક્સ - અને પછી જે એવો લવ-ટ્રાયેન્ગલ રચાય છે કે… આ શો નેટફ્લિક્સ પર મૂકાયો, ગઈ કાલે.
ઍના નામની એક ટીનેજર છે, ૧૭ વર્ષની, જે એના પપ્પા અને બે ભાઈઓ સાથે ન્યુ યોર્કમાં રહે છે. અચાનક એને ખબર પડે છે કે એને એક આખેઆખો ટાપુ વારસામાં મળ્યો છે, જેનું નામ છે, સ્ટલિંગ પોઇન્ટ. બસ, પછી જે ફેમિલી સિક્રેટ્સ બહાર આવે છે અને જે ધમાચકડી થાય છે તેની વાત આ વેબ સિરીઝમાં છે. અમેઝોન પ્રાઇમ વીડિયો પર તે બે દિવસ પહેલાં મૂકાઈ ચૂક્યો છે.
ઇમ્તિયાઝ અલીની લેટેસ્ટ લવસ્ટોરી 'મૈં વાપસ આઉંગા' તમે જોઈ લીધી થિયેટરમાં? આ ફિલ્મ ખાસ કરીને નસીરુદ્દીન શાહના અવિસ્મરણીય અભિનય માટે જોવા જેવી છે. નવોદિત વેદાંગ રૈના અને શર્વરી પણ મસ્ત છે. અફ કોર્સ, એ.આર. રહેમાને કંપોઝ કરેલાં અમુક ગીતો તો કાયમ માટે આપણાં પ્લે-લિસ્ટમાં સ્થાન પામે એવાં મસ્ત બન્યાં છે. જો ન જોઈ હોય તો જાણી લો કે આ ફિલ્મનું સ્ટ્રીમિંગ આજે જ શરૂ થયું છે, નેટફ્લિક્સ પર.









