નવું શું છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમિલી બ્રોન્ટે લિખિત અમર નવલકથા 'વુધરિંગ હાઇટ્સ' પરથી બનેલી આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મમાં 'બાર્બી ગર્લ' માર્ગો રોબી અને જેકબ એલોર્ડી મુખ્ય ભુમિકા ભજવે છે. આ રોમેન્ટિક ફિલ્મનું કથાવસ્તુ ૧૮મી સદીના ઇંગ્લેન્ડમાં આકાર લે છે. ફિલ્મ જિયોહોટસ્ટાર પર અઠવાડિયાના પ્રારંભમાં મૂકાઈ ગઈ છે.
હોલિવુડ એક્ટર વિલ ફેરલની કોમેડી ગમે છે તમને? તો સંભવતઃ 'ધ હૉક' કોમેડી સિરીઝ તમને ગમશે. વિલ ફેરલ આમાં બુઢાપા તરફ આગળ વધી રહેલા પ્રોફેશનલ ગોલ્ફર બન્યા છે, જે કોઈ પણ રીતે પોતાનો જાદુ જાળવી રાખવા માગે છે. શો ગઈ કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા લાગ્યો છે.
'રેડી ઓર નોટ-ટુઃ હીઅર આઇ કમ' ડાર્ક કોમેડી હોરર ફિલ્મ છે. ઓરિજિનલ ફિલ્મ ગ્રેસ નામની નાયિકાએ કરેલા એક સંભવિત મર્ડર પર પૂરી થઈ હતી. સિક્વલમાં ગ્રેસને એની વિખૂટી પડી ગયેલી બહેનનો સાથ મળે છે અને પછી ખૂબ સંતાકૂકડી રમાય છે. ફિલ્મ જિયોહોટસ્ટાર પર ગઈ કાલે જ મૂકાઈ.

જો તમે કોરિયન ડ્રામાના અને એમાંય ડાર્ક ફેન્ટસીના શોખીન હો તો 'ધ ઇસ્ટ પેલેસ' વેબ શોમાં તમને રસ પડશે. ગુ-ચીઓન નામનો એક માણસ છે, જે આત્માઓના વિશ્વમાં પ્રવેશીને એક સ્ત્રીના પ્રેમમાં પડે છે. પછી બન્ને ઇસ્ટ પેલેસ તરીકે ઓળખાતા મહેલમાં એન્ટ્રી મારે છે અને રહસ્યોની જાળ ઉકેલે છે. આ શોનું સ્ટ્રીમિંગ આજથી જ નેટફ્લિક્સ પર શરૂ થયું છે.




