Chitralok

આ વખતના પ્રાઇમટાઇમ એમી અવોર્ર્ડ્ઝમાં શું શું થયું?

By GS Team
1 Oct 20263 mins read
આ વખતના પ્રાઇમટાઇમ એમી અવોર્ર્ડ્ઝમાં શું શું થયું?
  • મેથ્યુ રીસે તો ઇતિહાસ રચ્યો. 'વિડોઝ બે' માટે કોમેડી સિરીઝમાં શ્રે મુખ્ય અભિનેતા અને 'ધી બીસ્ટ ઇન મી' માટે લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ યા ટીવી મૂવીઝ માટેનો શ્રે મુખ્ય અભિનેતાનો અવોર્ડ પણ જીત્યો.
  • કેટ ઓ'ફ્લીન

પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લોસ એન્જલસના પીકોક થિયેટરમાં ટેલિવિઝનની શ્રેષ્ઠ સર્જનાત્મક સિદ્ધિઓની ઉજવણી કરી. 'લો એન્ડ ઓર્ડર: સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટ'ની સ્ટાર મેરિસ્કા હેગટે દ્વારા સંચાલિત ૭૮મા સમારંભમાં એપલ ટીવીની 'વિડોઝ બે' અને એચબીઓ મેક્સની 'ધી પિટ' સહિત અનેક શોએ અને કલાકારોએ નોંધપાત્ર સફળતા મેળવી.
આગળ વધતાં પહેલાં એક વાત સમજી લો. એમી અવોર્ડ્ઝના બે પ્રકારો છે- એક છે, પ્રાઇમટાઇમ એમી અને બીજો છે, ઇન્ટરનેશનલ એમી. પ્રાઇમટાઇમ એમી માત્ર અમેરિકન શોઝને લાગુ પડે છે, જ્યારે ઇન્ટરનેશનલ એમી માટે, નામ પરથી જ સ્પષ્ટ થાય છે તેમ, દુનિયાભરના શોઝ અને કોન્ટેન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં, પ્રાઇમટાઇમ એમી લોકલ છે, ઇન્ટરનેશનલ એમી ગ્લોબલ છે.
કોમેડી કેટેગરીમાં 'વિડોઝ બે' સૌથી મોટું આકર્ષણ રહ્યું. તેને શ્રે કોમેડી સિરીઝ સહિત કુલ છ એવોર્ડ મળ્યા - આ વખતે કોઈ એક શોને મળેલી સૌથી વધુ અવોર્ડેઝ. મેથ્યુ રીસ, સ્ટીફન રૂટ અને કેટ ઓ'ફ્લીનને અભિનય ઉપરાંત લેખન અને દિગ્દર્શન માટે પણ આ શોને સન્માન મળ્યું.
મેથ્યુ રીસે તો ઇતિહાસ રચ્યો. 'વિડોઝ બે' માટે કોમેડી સિરીઝમાં શ્રે મુખ્ય અભિનેતા અને 'ધી બીસ્ટ ઇન મી' માટે લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ યા ટીવી મૂવીઝ માટેનો શ્રે મુખ્ય અભિનેતાનો અવોર્ડ પણ જીત્યો. એક જ સાંજે બે અલગ-અલગ જોનરમાં મુખ્ય અભિનેતાનો એમી જીતનારો એ પ્રથમ કલાકાર બન્યો.
ડ્રામા કેટેગરીમાં 'ધી પિટ'ને શ્રે ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો. નોઆહ વાઇલને મુખ્ય અભિનેતા અને 'ટાસ્ક'ના ટોમ પેલ્ફ્રેને સહાયક અભિનેતા તરીકે સન્માન મળ્યું. 'પ્લુરિબસ' માટે રિયા સીહોર્ને શ્રે મુખ્ય અભિનેત્રીનો એવોર્ડ જીત્યો, જ્યારે 'ધી ડિપ્લોમેટ' માટે એલિસન જેનેને શ્રે સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. આ જેનેનો આઠમો એમી હતો. બીજી તરફ, જીન સ્માર્ટે 'હેક્સ' માટે સતત પાંચમી વાર શ્રે કોમેડી અભિનેત્રીનો એવોર્ડ જીતીને પોતાની સિદ્ધિ વધુ મજબૂત કરીત તેણે 'હેક્સ'ની પાંચેય સીઝનમાં આ એવોર્ડ જીત્યો છે.
લિમિટેડ સિરીઝમાં 'ડીટીએફ સેન્ટ લુઇસ' વિજેતા રહી, જ્યારે સૈલી ફિલ્ડને 'રિમાર્કેબલી બ્રાઇટ ક્રીચર્સ' માટે શ્રે મુખ્ય અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. અનસ્ક્રિપ્ટેડ ક્ષેત્રમાં 'ધી ટ્રેટર્સ'એ સતત ત્રીજા વર્ષે શ્રે રિયાલિટી કોમ્પિટિશન પ્રોગ્રામ અને 'ધી લેટ શો વિથ સ્ટીફન કોલબર્ટ'એ સતત બીજા વર્ષે શ્રે ટોક યા વેરાયટી સિરીઝનો એવોર્ડ જીત્યો.
સમારંભમાં કેટલી ઇમોશનલ મોમેન્ટ્સ પણ આવી હતી. માઇકલ જે. ફોક્સને પાકન્સન્સ રોગના સંશોધન અને જાગૃતિ માટેના લાંબા સખાવતી કાર્યાે બદલ 'બોબ હોપ હ્યુમેનિટેરિયન એવોર્ડ' અપાયો. 'ઇન મેમોરિયમ' વિભાગમાં ડોલી પાર્ટન અને રોબ રીનર સહિત દિવંગત મહાનુભાવોને અંજલિ અપાઈ.
આમ, સ્ટ્રીમિંગ, કેબલ અને પરંપરાગત પ્રસારણ વચ્ચેની સીમાઓ ધૂંધળી બની રહી છે તેવા સમયમાં ૭૮મા એમી એવોર્ડ્સે ટેલિવિઝનની વૈવિધ્યસભર અને સર્જનાત્મક શક્તિની ઉજવણી કરી.