જોડિયા બાળકોએ દિવ્યાંકા અને વિવેકને એક જુદો દ્રષ્ટિકોણ આપ્યો

'અમારા પુત્રોના ઊંહકારા, અવાજ અને રુદન બધું જ એકબીજાથી ભિન્ન છે. અમારા માટે તો એમના જુદા જુદા વ્યક્તિત્વનો સાક્ષાત્કાર જ જીવનનો સૌથી સુંદર ભાગ બની ગયો છે.'
સામાન્ય માન્યતા એવી છે કે સંતાનના જન્મ બાદ મા-બાપના જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે. તેમના વિચારો, કામ અને દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સંતાન એમના જીવનની ધરી બની જાય. આ વાતનું તાજુ ઉદાહરણ આપણને એક્ટર દંપતિ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયામાં જોવા મળે. હજુ તો એમના જોડિયા પુત્રોના જન્મને માંડ મહિનો થયો છે ત્યાં પતિ-પત્ની પોતાની લાઈફમાં આવેલા ફેરફારો ગણાવતા થઈ ગયા છે. 'આ ટુંકા ગાળામાં વિવેક અને હું પહેલા કરતા ઘણાં વ્યવસ્થિત બની ગયા છીએ. સૌથી મોટો બદલાવ ઘરના ફર્નીચર કે નર્સરી સેટઅપમાં નહિ પણ અમારી વિચારસરણી અને દ્રષ્ટિકોણમાં આવ્યો છે. હવે અમે દરેક નિર્ણય પહેલા એવું વિચારીએ છીએ કે આપણાં દિકરાઓ પર એની શું અસર થશે? અને અમે આ નવા અધ્યાયને પૂરેપૂરો માણી રહ્યા છીએ,' એમ ૪૧ વરસે મમ્મી બનેલી દિવ્યાંકા કહે છે.
'બાળકોના જન્મે મારા જીવનમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. મારામાં બાળકના સારા પાલન-પોષણ અને એમની સંભાળ રાખવાની કોઠાસુજ છે એ જાણીને મને બહુ આશ્ચર્ય થયું. આજે મારી પ્રાયોરિટીઝ એકદમ સ્પષ્ટ છે. આજે હું મારા ટ્વિન્સને જોઉં છું ત્યારે માત્ર મારા પુત્રોને નતી જોતો પણ શક્યતાઓ અને ઇચ્છાઓની એક નવી દુનિયાના મને દર્શન થાય છે,' એવી લાગણી શેર કરીને વિવેક ઉમેરે છે, 'આજે પણ મારી આંખ સામે એ દ્રશ્ય તરવેરે છે જ્યારે દિવ્યાંકાને ડિલીવરી માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાની હતી. એ વખતે એના ચહેરા પર સ્મિત હતું અને એને બાળકો સાથે ઓપરેશન થિયેટરમાંથી બહાર લવાઈ ત્યારે પણ એ સ્મિત જેમનું તેમ હતું. એ એક યાદગાર ક્ષણ હતી, જેણે મને પરી યાદ કરાવ્યું કે હું કેટલો નસીબદાર છું.'
લગ્નના ૧૦ વરસ બાદ બે મજાના જોડિયા બાળકોના મમ્મી-ડેડી બનેલાં દિવ્યાંકા અને વિવેક કૃતજ્ઞાતા અનુભવે છે. પોતાની ખુશી વહેંચતા લોકપ્રિય ટીવી સીરિયલો 'યે હૈં મોહબ્બતેં' અને 'બનુ મૈં તેરી દુલ્હન'ની લીડ એક્ટર કહે છે, 'સામાન્ય માન્યતા મુજબ અમે પણ એવું ધારતા હતા કે અમારા ટ્વિન્સ દેખાવમાં અને વર્તાવમાં એકસરખા હશે. પરંતુ અમારા પુત્રો તો શરૂઆતથી જ પોતાની જુદી જુદી લાક્ષણિકતાઓ બતાવતા થઈ ગયા હતા. એમના ઉહકારા, અવાજ અને રુદન-બધું એકબીજાથી ભિન્ન છે. અમારા માટે તો એમના જુદા જુદા વ્યક્તિત્વનો સાક્ષાત્કાર જ સફરનો સૌથી સુંદર ભાગ બની ગયો છે. સૌથી મોટુ આશ્ચર્ય તો એ વાતની અનુભૂતિ છે કે વાલી બનવાનું ખરું મહત્ત્વ બાળકોને મોટા કરવામાં નહિ પણ એમને જાણવામાં અને ઓળખવામાં રહેલું છે. એવી સામાન્ય માન્યતા છે કે કોઈના ઘરમાં જોડિયા બાળકો જન્મે એટલે ઘરમાં અરાજકતા પણ બમણી આવે. બધું અસ્તવ્યસ્ત થઈ જાય. પરંતુ અમારા ટ્વિન્સ પોતાની સાથે એટલી બધી શાંતિ લાવ્યા છે, જે પહેલા અમે કદી અનુભવી નથી. હવે અમારું ઘર વધુ શાંત અને સ્થિર લાગે છે.'
બાળકોના જન્મ બાદ એક્ટર કપલ પર ચારેકોરથી ાૂચનોનો વરસાદ થયો પણ એમણે પોતાની અંત: પ્રેરણા પર વિશ્વાસ રાખવાનું મુનાસિબ ગણ્યું.









