તિલોત્તમા શોમ : મારી કેટલીક ફિલ્મો વિદેશમાં ચાલી, પણ ભારતમાં નહીં...

- 'મારી કેટલીક ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય બજારમાં સારો દેખાવ કર્યો, પરંતુ મારા પોતાના દેશમાં તેની પહોંચ ખાસ નહોતી. મને ખરાબ લાગ્યું, કારણ કે અહીં કોઈએ ખરેખર મારું કામ જોયું જ નહીં.'
દિલજિત દોસાંજ અભિનીત 'સતલુજ' (અગાઉ 'પંજાબ ૯૫') રિલિઝ થઈ તેના ૪૮ કલાકની અંદર જ તેને દૂર કરવાથી સેન્સરશિપ અને સર્જનાત્મક સ્વતંત્રતા પર નવી ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી શરૂ થઈ ગઈ છે. અભિનેત્રી તિલોતમા શોમ કહે છે કે આવા પડકારો કંઈ નવા તો નથી જ! તેમના મતે ફિલ્મ નિર્માતાઓની દરેક પેઢીએ અવરોધોનો સામનો કર્યો છે, પરંતુ વાર્તા કહેવાનો હંમેશા તેમને માર્ગ મળ્યો છે.
'સેન્સરશિપ હોય કે ફિલ્મો બનાવવાની મુશ્કેલી હોય, જેના માટે ફાઈનાન્સરો કે નિર્માતાઓ વિચારે છે કે તેમને દર્શકો નહીં મળે. આ અને આવા પડકારો તો અનાદિકાળથી અસ્તિત્વમાં છે,' એમ તાજેતરમાં 'ઇક્કા'માં જોવા મળેલી આ અભિનેત્રી કહે છે.
'બે દાયકાથીય વધુ સમયથી હું મનોરંજન ઉદ્યોગનો હિસ્સો છું,' એમ કહી તિલોતમા ઉમેરે છે કે 'આ ઉદ્યોગ હંમેશા આગાહીઓથી ઘેરાયેલો રહ્યો છે. મારી પહેલી ફિલ્મ 'મોનસૂન વેડિંગ' (૨૦૦૧)ની રજૂઆત પછી દુનિયા ડિજિટલ થઈ ગઈ. મને કહેવામાં આવ્યું હતું કે સિનેમા મરી ગયું છે. હું ૨૦ વર્ષની હતી અને મેં તે માન્યું કારણ કે બધા કહેતા રહ્યા. સિનેમા મરી ગયું છે. ફિલ્મ પૂરી થઈ ગઈ છે,' એવું તે યાદ કરતાં જણાવે છે.
પોતાની સફર વિશે બોલતા તિલોતમા યાદ કરે છે કે ભારતીય દર્શકોએ મને 'સર' (૨૦૧૮) અને વેબ સીરિઝ 'દિલ્હી ક્રાઈમ' દ્વારા શોધી તે પહેલા મારી ઘણી ફિલ્મોએ વિદેશમાં સફળતા મેળવી હતી, પણ દેશમાં સમાન દર્શકો શોધવામાં નિષ્ફળ રહી હતી,' એમ તેણે કહ્યું.
'મારી કેટલીક ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય બજારમાં સારો દેખાવ કર્યો, પરંતુ મારા પોતાના દેશમાં તેની પહોંચ એટલી નહોતી. મને ખરાબ લાગ્યું કારણ કે અહીં કોઈએ ખરેખર મારું કામ જોયું જ નહીં,' એમ તિલોતમા કહે છે.તે બદલાવ માટે ઓટીટીને શ્રેય આપે છે. ઓટીટીના આગમન સાથે જ બધુ બદલાઈ ગયું. જ્યારે 'સર' રિલિઝ થયું ડિજિટલ રીતે! મને અચાનક મારા પોતાના દેશના દર્શકો સાથે સગપણની લાગણી અનુભવાઈ.'
બદલાતા વાતાવરણ છતાં, અભિનેત્રી આશાવાદી રહે છે. 'હંમેશા એક પ્રતિભાશાળી અવાજ અને ઉભરતો અવાજ સાથે રહ્યા છે. આ સંઘર્ષ હંમેશા અસ્તિત્વમાં છે અને છતાં વાર્તા કહેવાનું મૃત્યુ બંધ થયું નથી કારણ કે વાર્તાઓ કહેવાની ભૂતકાળને યાદ રાખવાની, વર્તમાનને સમજવાની અને ભવિષ્ય માટે આશા રાખવાની જરૂરિયાત મૂળભૂત છે ગમે તેટલી મુશ્કેલી હોય, તે જરૂરિયાત ટકી રહેશે,' એમ તિલોતમાએ જણાવ્યું હતું.




