સિલ્વર સ્ક્રીન પર આવનારા દિવસોમાં બાયોપિકની ભરમાર થવાની છે

- બોલિવૂડથી દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી છેલ્લાં થોડાં વરસોથી બાયોપિકનો ક્રેઝ સતત વધી રહ્યો છે. રમતવીરો, નેતાઓ, વૈજ્ઞાાનિકો, પોલીસ અધિકારીઓ અને કલાકારોની જીવન કથનીઓ પર બનેલી ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી છે. તેથી જ આવનારા દિવસોમાં ઘણી બાયોપિક રૂપેરી પડદે રિલીઝ કરવામાં આવશે, જેમાં શ્રદ્ધા કપૂરથી લઇને રાજકુમાર રાવ, જોન અબ્રાહમ, આર, માધવન, વિક્રાંત મૈસી, ધનુષ અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા કલાકારો અલગ-અલગ રિયલ લાઇફનાં પાત્રોને રૂપેરી પડદા પર સાકાર કરતાં જોવા મળશે.
શ્રદ્ધા કપૂર : ઇઠા
શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રની પ્રસિદ્ધ લાવણી અને તમાશા લોક કલાકાર વિઠાબાઇ નારાયણગાંવકરના જીવન પર આધારિત બાયોપિકમાં કામ કર્યું છે.જેનું શીર્ષક ઇઠા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૮ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મનું ડાયરેકશન લક્ષ્મણ ઉતેરકરનું છે.
રાજકુમાર રાવ : દાદા ધ સૌરવ ગાંગુલી સ્ટોરી
રાજકુમાર રાવ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકમાં મુખ્ય રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ ૧૪મે ૨૦૨૭ના રોજ રિલીઝ કરવાની યોજના છે. જેનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાની કરે છે.
સિદ્ધાંત ચતુર્વેદી : ફિલ્મસર્જક વી.શાંતારામ
સિદ્ધાંત ચતુર્વેદી પીઢ ફિલ્મસર્જક વી. શાંતારામના જીવન પર આધારિત વી શાંતારા ફિલ્મમાં લીડ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર જાહેર થઇ ચુક્યું છે અને આ ફિલ્મને આ વરસે જ રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મનું દિગ્દર્શન શિરી। દેશપાંડેનુ છે અને ફિલ્મની પટકથા પર તેણે જ લખી છે.
રાજકુમાર રાવ : પ્રહાર- ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી
ભારતના જાણીતા અને લોકપ્રિય સરકારી વકીલ ઉજ્જવલ નિકમના જીવન પર આધારિત એક કોર્ટરૂમ ડ્રામા છે. જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અવિનાશ અરુણનું છે. જેને ૭ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની યોજના છે.
જોન અબ્રાહમ : રાકેશ મારિયા, આઇપીએસ
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાના જીવન પર આધારિત મારિયા આઇપીએસમાં જોન અબ્રાહમ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીનું છે. આ ફિલ્મમાં ૧૯૯૩ના મુંબઇના સીરિયલ બ્લાસ્ટ અને ૨૬-૧૧ જેવા માલમનો તપાસ સમાવવામાં આવશે. આ ફિલ્મને આ વરસે જ રિલીઝ કરવાની યોજના છે.
વિક્રાંત મૈસી : વ્હાઇટ
વિક્રાંત મૈસી આધ્યયાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની બાયોપિકમાં મુખ્ય રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ અને મહાવીર જૈનની આ ફિલ્મનું શૂટિંગ પુરુ થઇ ચુક્યું છે. આ ફિલ્મમને હિંદી, અંગ્રેજી અને સ્પેનિશ સહિત વિવિધ ભાષાઓમાં આ વરસે જ રિલીઝ કરવામાં આવશે.
આર. માધવન : જીડીએન
આર માધવન ભારતના મહાન દ્યોગપતિ જી. ડી. નાયડૂની જીવનકથનીમાં મુખ્ય રોલમાં હશે. જેમને ભારત કા એડિસન પણ કહેવામાં આવે છ.ે આ ફળિમનું દિગ્દર્શન કૃષ્ણકુમાર રામકુમારનું છે અને ફિલ્મ ૧૭ જુલાઇના રોજ રિલીઝ થઇ ગઇ છે.
ધનુષ :કલામ
ધનુષની આગામી ફિલ્મ ભૂતપૂર્વ પ્રેજિડન્ટ અને સાયનટિસ્ટ ડોકટર એપીજે અબ્દુલ કમાલના રોલમાં જોવા મળશે. જેનું દિગ્દર્શન ઓમ રાઉત કરે છે. આ ફિલ્મને આ વરસમાં જ રિલીઝ કરવામાં આવશ.ે
સેલિના જેટલી : સિસ્ટર નિવેદિતા
સેલિનાજેટલીની આગામી ફિલ્મ સિસ્ટર નિવેદિતાની બાયોપિત હશે. તેઓ મહાન સમાજ સુધારક અને સ્વામી વિવેકાનંદના શિષ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન નેશન એવોર્ડ વિજેતા રામ કમલ મુખર્જીએ કર્યું છે.
ઉન્ની મુકુંદન : મા વંદે
મલયાલમ એકટર ઉન્ની મુકુંદન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી બાયોપિકમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ક્રાંતિ કુમાર સી.એચનું છે. ફિલ્મને ૧૭ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની યોજના છે.









