સેલેના ગોમેઝ: ગ્લેમર, અભિનય અને મેન્ટલ હેલ્થ

લોસ એન્જલસના આઈકોનિક પેલેડિયમ ખાતે આયોજિત વાષક 'રેર ઈમ્પેક્ટ ફંડ બેનિફિટ ગાલા'માં સેલેના ગોમેઝે પોતાના ક્લાસિક વિન્ટેજ લૂક અને આકર્ષક અંદાજ સાથે રેડ કાર્પેટ પર 'ધૂમ મચાવી દીધી. આ ભવ્ય સાંજે યુવા માનસિક સ્વાસ્થ્ય માટે કરોડો ડોલરનું ભંડોળ એકત્ર કર્યું, જ્યાં હોલિવુડ અને પોપ જગતના દિગ્ગજો એક છત નીચે એકઠા થયા હતા.
સેલેના માત્ર ગ્લેમર પૂરતી સીમિત નથી, અભિનય ક્ષેત્રે પણ તે સતત આગળ વધી રહી છે. સ્ટિવ માટન અને માટન શોર્ટ સાથેની હિટ મિસ્ટરી સિરીઝ ઉપરાંત, તે સુપ્રસિદ્ધ ગાયિકા લિન્ડા રોનસ્ટેડની આગામી બાયોપિક માટે તૈયારી કરી રહી છે. છેલ્લે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સંગીતમય ક્રાઈમ-કોમેડી 'એમિલિયા પેરેઝ' માટે તેને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો, જેણે ગંભીર સિનેમામાં તેની અભિનયક્ષમતા સાબિત કરી છે.
પડદા ઉપરાંત બિઝનેસ જગતમાં પણ તેની બ્યુટી બ્રાન્ડ 'રેર બ્યુટી'એ તરંગો સર્જ્યા છે. સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતી સેલેના આટલી પ્રચંડ લોકપ્રિયતા વચ્ચે પણ પોતાની સાદગી અને સતત સામાજિક બદલાવ લાવવાના પ્રયાસોને લીધે મજબૂત ગ્લોબલ સુપરસ્ટાર તરીકે ઊભરી આવી છે.




