Chitralok

ઓસ્કાર એકેડેમીએ વિશાલ ભારદ્વાજ 529 નવા સભ્યોને આમંત્રણ આપ્યું

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) દ્વારા ભારતીય ફિલ્મ વ્યાવસાયિકોને સભ્યપદ માટે આમંત્રિત કર્યા છે. આ પ્રતિષ્ઠિત આમંત્રિતોમાં ફિલ્મસર્જક વિશાલ ભારદ્વાજ, શ્રીકર પ્રસાદ અને દીપા ભાટિયાનો સમાવેશ થાય છે. તેઓ ભવિષ્યના ઓસ્કાર એવોર્ડ્સ માટે નોમિનેટ કરી શકશે અને મતદાનનો અધિકાર પણ મેળવશે. આ સન્માન ભારતીય સિનેમાની વૈશ્વિક પ્રતિભા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્કાર એકેડેમીએ વિશાલ ભારદ્વાજ 529 નવા સભ્યોને આમંત્રણ આપ્યું
  • આ સભ્યો આગામી ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ કરી શકશે અને મતદાન કરી શકશે. મોટાભાગની કેટેગરીમાં જે-તે ક્ષેત્રના સભ્યો દ્વારા નામાંકન થાય છે. અભિનેતાઓ જ અભિનેતાઓને નોમિનેટ કરે છે.

ભા રતીય સિનેમાનું ફલક દિનપ્રતિદિન વધુ ને વધુ વિકસી રહ્યું છે અને વૈશ્વિક ફલક પર ભારતીય સિનેમાની પ્રતિભા પણ વધુ ને વધુ સ્પષ્ટ અને સ્વચ્છ બની રહી છે. એકેડેમી ઓફ મોશન પિકચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (એએમપીએએસ) દ્વારા ભારતીય ફિલ્મ વ્યાવસાયિકોના એક પ્રતિષ્ઠિત ગુ્રપને સભ્યપદ માટે આમંત્રણ આપ્યું છે અને તેમને ભવિષ્યના એકેડેમી એવોર્ડ્સ માટે મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં જે આમંત્રિતો છે, તેમાં પ્રતિષ્ઠિત ફિલ્મનિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની સાતે શ્રીકાર પ્રસાદ અને દીપા ભાટિયાનો પણ સમાવેશ થાય છે.
આ વર્ષે એકેડેમીએ વિશ્વભરમાંથી કુલ ૫૨૯ નવા આમંત્રિતોની જાહેરાત કરી છે, જેમાં ભારત તરફથી ફિલ્મનિર્માણ, સંપાદન, કાસ્ટિંગ, કોસ્ચ્યુમ ડિઝાઈન, દસ્તાવેજી ફિલ્મનિર્માણ, એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પ્રોડક્શન ટેકનોલોજી જેવા વિભાગોનો પણ સમાવેશ કરાયો છે.
સૌથી વધુ પ્રતિષ્ઠિત ભારતીય આમંત્રિતોમાં ફિલ્મસર્જક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજનો સમાવેશ થયો છે, તેઓ 'મકબૂલ', 'ઓમકારા', અને 'હૈદર' જેવી ફિલ્મોથી વધુ જાણીતા બન્યા છે. આ ઉપરાંત શ્રીકાર પ્રસાદે તો તેમની ૪૫ વર્ષની કારકિર્દીમાં એડિટર તરીકે રાષ્ટ્રીય પુરસ્કારો તથા અન્ય ઘણા પારિતોષિકો જીત્યા છે. તેઓ તો 'આરઆરઆર', 'દિલ ચાહતા હૈ' અને 'સાથિયા' જેવી ઘણી ફિલ્મોથી જાણીતા બન્યા છે.
બીજી તરફ દીપા ભાટિયા તો 'તારે જમીં પર', 'રોક ઓન', 'માય નેમ ઈઝ ખાન' અને 'કાઈપો છે' જેવી ફિલ્મોમાં તેમના સંપાદકીય યોગદાન માટે વ્યાપકપણે વિખ્યાત થયા છે. આમંત્રિતોની યાદીમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર ઈકા લાખાણી, કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા શાલિની કાન્તૈયાનો પણ સમાવેશ થાય છે.
એએમપીએએસ દ્વારા સિનેહસ્તીઓને સત્તાવાર ઓસ્કાર મતદાતાઓ તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું છે. આ શ્રેણીમાં ૯૫ ઓસ્કાર નોમિની અને ૨૧ એકેડેમી એવોર્ડ વિજેતાનો સમાવેશ કરાયો છે.
હોલિવુડના નવા સભ્યોમાં જેકબ એલોર્ડી જેના આર્ટેગા, ટેયાલા ટેલર, જોશ સફડી ઇન્ગા ઇસ્બડોટર લિલિયાસ, ટિગ નોટારો ઉપરાંત કે- પોપ ડેમન હન્ટર્સના એનિમેટેડ ફીચર ડિરેક્ટર- મેગી કાંગ અને ક્રિસ એપલહાન્સ સહિત અન્યનો સમાવેશ થાય છે.
મતદાનનો અધિકાર મળવા બદલ સન્માનની લાગણી અનુભવતા ફિલ્મસર્જક વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે 'એકેડેમીના સભ્ય બનવા માટે આમંત્રણ મળવા બદલ હું ખૂબ જ સન્માનિત અને ઉત્સાહિત છું. વૈશ્વિક સિનેમા માટેના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો ભાગ બનવું એ એક વિશેષાધિકાર છે અને હું એકેડેમી એવોર્ડ મતદાનમાં ભાગ લેવા માટે આતુર છું.'
એએમપીએએસ સભ્યો ૨૦૨૭માં યોજાનારા ૯૯મા ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ કરવા અને મતદાન કરવા માટે પાત્ર હશે. મોટાભાગની શ્રેણીઓ સંબંધિત શાખાના સભ્યો દ્વારા નામાંકિત કરવામાં આવે છે જેમાં અભિનેતાઓ અભિનેતાઓને નોમિનેટ કરે છે એ જ રીતે ફિલ્મ સંપાદકો ફિલ્મ સંપાદકોને નોમિનેટ કરે છે. આ પ્રક્રિયા દરેક શ્રેણીને લાગુ પડે છે. બધા મતદાન સભ્યો શ્રેષ્ઠ ફિલ્મના નોમિની પસંદ કરવા માટે
પાત્ર છે.