Chitralok

ફક્ત રાજપાલ યાદવ જ નહીં, અનેક ક્લાકારો પૈસાના વિવાદમાં ચર્ચામાં રહ્યા

By GS Team
30 Jul 20262 mins read
ફક્ત રાજપાલ યાદવ જ નહીં, અનેક ક્લાકારો પૈસાના વિવાદમાં ચર્ચામાં રહ્યા
  • શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુદ્રાનું નામ મની લોનડ્રિંગના મામલે જાહેર થયું હતું. રિપોર્ટસના પ્રમાણે આ મામલામાં ઇડીઅ તેમની લગભગ 98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી

રાજપાલ યાદવ હાલ પોતાની ફિલ્મ અતા પતા લાપતા માટના કરજ બદલ ચર્ચામાં આવી ગયા હતા. ફક્ત રાજપાલ યાદવ એકલો અભિનેતા નથી જેણે આર્થિક તંગીને કારણે પૈસાના વિવાદમાં રહ્યો છે. અન્ય કલાકારો પણ છે. જેમ કે…
સોનૂ સૂદ
પૈસાના વિવાદમાં ફસાયેલાની યાદીમાં સોનૂ સૂદનું નામ સામેલ છે. એક સટ્ટાબાજીના એપ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં સોનૂ સૂદની પુછતાછ પણ થઇ હતી. અભિનેતાએ આ ગેરકાયદેસર એપને પ્રમોટ કરવા અને તેના વિજ્ઞાાપન બાબતે તેની પુછતાછ તકવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ કેસના મમલામાં સોનૂ સુદ ઉપરાંત મનોરંજન જગતની ઘણી ટોચની હસ્તિઓ સામેલ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં અભિનેતાની લગભગ એક કરોડની પ્રોપર્ટી પણ અસ્થાયી રૂપથી જપ્ત કરવામાં આવી હતી.
મિથુન ચક્રવર્તી
એકટર અને રાજનેતા મિથુન ચક્રવર્તીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. એકટરનું નામ ભારતના સૌથી મોટા ઘોટાળા પ્રકરણમાંનું એક શારદા ચિટ ફંડ ઘોટાળામાં આવ્યું હતું. આ ઘોટાળામાં નામ આવવાથી ૨૦૧૬માં મિથુન ચક્રવર્તીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.

જેકલિન ફર્નાન્ડિસ
સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગં મામલે જેકલિનની વારંવાર પુછપરછ કરવામા ં આવી હતી. જેકલિન પર આરોપ છે કે તેણે ઠગ સુકેશની મની લોન્ડ્રિંગની કમાણીમાંથી મોંઘી ભેટ અને અન્ય આર્થિક લાભ મેળવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રિંગ કેસમાં નોરા ફતેહીનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું.
અમીષા પટેલ
અમીષા પેટલે ૨૦૧૭માં એક લગ્નમાં પરફોર્મ કરવા માટે ૧૪.૫૦ લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. આ પછી અભિનેત્રી કાર્યક્રમમાં પહોમચી નહોતી આ પછી તેણે ૧૦ લાખ રૂપિયા રોકડા અને ૪.૫૦ લાખ ર-પિયાનો ચેક આયોજકોને આપ્યો હતો. જે ચેક બાઉન્સ થઇ ગયો હતો અન ેતેના વિરુદ્ધ મુરાબાદ કોર્ટમાં બિન-જમાનતી વોર્ન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે અમીષાએ આ વાતને ભૂતકાળમાં હવે ખપાવે છે.
ડિનો મોરિયા
ડિનો મોરિયા અભિનેતાનું નામ ૬૫ કરોડના મીઠી નદીના સફાઇના ઘોટલામાં જાહેર થયું છે. આ મામલે ઇડીએ ડિનોની પુછતાછ કરી હતી. ઇડી હજી પણ આ મામલાની તપાસ કરી રહી છે.
શ્રેયસ તળપદે
અભિનેતા શ્રેયસ તળપદેનું નામ પણ એક ઝોટાળામાં જાહેર થયું છે. તેના સાથે અન્ય ૧૨ લોકોના વિરુદ્ધ યૂપી મૈનપુરીના ભોગાંવમાં ફરિયાદ થઇ હતી. એક રોકાણકાર વ્યક્તિએ આ દરેક પર ઇનવેસ્ટના નામ પર લાખો રૂપિયાની ઠગાઇનો આરોપ મુક્યો હતો.
રાજકુમાર સંતોષી
દિગ્દર્શક રાજકુમાર સંતોષીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેના પર તેના ઘણા ચેક બાઉન્સ થયાના મામલા જાહેર થયા છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુદ્રાનું નામ મની લોનડ્રિંગના મામલે જાહેર થયું હતું. રિપોર્ટસના પ્રમાણે આ મામલામાં ઇડીઅ તેમની લગભગ ૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.