Chitralok

નિકોલે કિડમેન : કારકિર્દી પર ફોકસ કરવાને બદલે એણે જ્યારે હૃદયની વાત માની

By GS Team
27 Aug 20262 mins read
નિકોલે કિડમેન : કારકિર્દી પર ફોકસ કરવાને બદલે એણે જ્યારે હૃદયની વાત માની

નિકોલ કિડમેને પોતાની ઉજ્જવળ કારકિર્દી સાથે પ્રેમ, લગ્ન, માતૃત્વ અને પુનર્શોધથી ભરેલી એક અંગત સફર પણ ખેડી છે. એક નિખાલસ મુલાકાતમાં કિડમેને હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્ઝ સાથેના પોતાના ૧૧ વર્ષના લગ્નજીવન વિશે વાત કરી હતી.
બંને કલાકારો કિડમેનની હોલિવુડ ડેબ્યુ ફિલ્મ 'ડેઝ ઓફ થન્ડર'ના સેટ પર મળ્યાં હતાં. વ્યાવસાયિક સહયોગ ઝડપથી પ્રેમમાં બદલાયો અને ૧૯૯૦માં માત્ર ૨૨-૨૩ વર્ષની વયે કિડમેને ક્ઝ સાથે લગ્ન કરી લીધા. લોકોએ તેને ચેતવણી આપી હતી કે આટલા મોટા સ્ટાર સાથે લગ્ન કરવાથી એક કલાકાર તરીકે તેની પોતાની ઓળખ ઢંકાઈ જશે અને કારકિર્દીને નુકસાન થશે. કિડમેનને પાછળથી સમજાયું કે એ ચેતવણીઓમાં તથ્ય હતું, કારણ કે લોકો તેને માત્ર તેના પ્રસિદ્ધ પતિના દ્રષ્ટિકોણથી જ જોવા લાગ્યા હતા. જોકે કિડમેન જણાવે છે કે કરીઅર કરતાં પ્રેમને પ્રાધાન્ય આપવાનો તેને કોઈ પસ્તાવો નથી. આ લગ્ન પછી તેમણે બે બાળકો દત્તક લીધાં. કિડમેન માટે તેનો પરિવાર રેડ કાર્પેટ કે લાઈમલાઈટ કરતાં વધુ મહત્વનો બની ગયો હતો. જોકે, આ સંબંધ લાંબો ન ટક્યો અને ૨૦૦૧માં ક્ઝે છૂટાછેડા માટે અરજી કરી.
વરસો પછી કિડમેને સ્વીકાર્યું કે તે સમયે તે ખૂબ અપરિપક્વ હતી. આજે કિડમેન હોલિવુડની સૌથી પ્રતિતિ અને વર્સેટાઈલ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના પ્રથમ લગ્નના પડછાયામાંથી બહાર આવીને, પોતાની શરતો પર એક અસાધારણ કારકિર્દી ઘડીને સાબિત કર્યું કે તે એક મક્કમ અને સ્વતંત્ર કલાકાર છે..