Chitralok

AIના દુરુપયોગે જ્હાન્વી કપૂરના રુંવે રુંવે આગ લગાડી

By GS Team
30 Oct 20263 mins read
AIના દુરુપયોગે જ્હાન્વી કપૂરના રુંવે રુંવે આગ લગાડી
  • 'મહિલાઓને વસ્તુની જેમ રજૂ કરવી, તેમની સહમતી વિના તેમના મનફાવે તેવા ફોટા બનાવીને વાઇરલ કરવા એ ટેક્નોલોજીનો ગુનાઇત ઉપયોગ અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે.'

અભિનેત્રી જાહ્નવી કપૂરના અત્યંત લોકપ્રિય બનેલા ગીત 'ચુટ્ટમલ્લે…'ને આટફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અશોભનીય રીતે એડિટ કરીને તેનો ડીપફેક વીડિયો વાઇરલ કરવામાં આવતાં અદાકારા ક્રોધથી રાતીપીળી થઈ ગઈ હતી. આ વીડિયોની આકરા શબ્દોમાં નિંદા કરતાં જાહ્નવીએ તેને અત્યંત આપત્તિજનક ગણાવ્યો હતો. તેણે આક્રોશપૂર્વક કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો અદ્યતન ટેકનોલોજીનો ઘૃણાસ્પદ દુરુપયોગ કરીને મહિલાઓને માત્ર એક ઉપભોગની વસ્તુ તરીકે રજૂ કરી રહ્યા છે.
આ વીડિયોમાં ગીતની મૂળ અદાઓને વિકૃત કરીને અત્યંત અશ્લીલ પોઝિશન્સમાં રજૂ કરવામાં આવી હતી. વાસ્તવમાં આમાંની એકપણ અશ્લીલ છબિ સંબંધિત ગીત કે તેના મૂળ વિઝયુઅલ્સમાં નહોતી. જાહ્નવીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ હરકતની આકરી ઝાટકણી કાઢતાં લખ્યું હતું કે, 'મહિલાઓને વસ્તુની જેમ રજૂ કરવી અને તેમની સંમતિ વિના મનફાવે તેવી વિકૃત તસવીરો-વીડિયો બનાવીને વાઇરલ કરવાં એ ટેકનોલોજીનો ગુનાઇત દુરુપયોગ અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. આવી નીચ હરકત જે તે મહિલાને પોતાની સાથે સીધો જાતીય દુર્વ્યવહાર થયો હોય તેવો તીવ્ર માનસિક આઘાત અને પીડા આપે છે. આવું માત્ર મારી સાથે જ નથી બન્યું, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ તમામ મહિલાઓએ સીધી કે આડકતરી રીતે ક્યારેક ને ક્યારેક આ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડયો છે. વાસ્તવમાં આજે વિશ્વભરની ીઓ ખૂબ ઝડપથી આ ડિજિટલ બદીનો ભોગ બની રહી છે.'
પોતાના સંવેદનશીલ સંદેશામાં અદાકારાએ વધુમાં લખ્યું હતું કે, 'લોકોને એ મૂળભૂત વાત કેમ સમજાતી નથી કે ીની સંમતિ સર્વોપરી છે? જો કોઈ ી અગાઉ બે-ચાર વખત કોઈ વાત માટે 'હા' પાડયા પછી એકવાર 'ના' પાડે, તો તેની એ 'ના'નું પણ પૂરેપૂરું સન્માન થવું જ જોઈએ. જો કોઈ યુવતીને મિની સ્કર્ટ પહેરવામાં કમ્ફર્ટેબલ લાગતું હોય અને તે ટૂંકાં વો પહેરે, તો એનો અર્થ એવો ક્યારેય નથી થતો કે કોઈને તેનાં વો નીચે કેમેરો લગાવીને તેની અશોભનીય તસવીરો પાડવાની છૂટ મળી જાય છે. ીએ કેવાં કપડાં પહેરવાં અને તેને કેવાં વો આરામદાયક લાગે છે તે નક્કી કરવાનો અધિકાર માત્ર ને માત્ર તેનો પોતાનો છે. આ સાદી વાત સમજવી શું આટલી મુશ્કેલ છે? અન્યોની અંગત સીમારેખાઓનું ઉલ્લંઘન કરવાની વિકૃત માનસિકતા બદલવાની સમાજમાં આજે તાતી જરૂર છે.'
ઉલ્લેખનીય છે કે જાહ્નવી સાથે બનેલી આ અનુચિત ઘટના બાદ દક્ષિણ ભારતના લોકપ્રિય સુપરસ્ટાર અને તેની ફિલ્મ 'દેવરા'ના સહ-કલાકાર જુનિયર એનટીઆરે પણ આ કૃત્યનો કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવા પ્રકારની વિકૃતિઓ ીઓને સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરે છે અને તેમના વિકાસમાં અડચણો ઊભી કરે છે. જાહ્નવીએ જાહેરમાં પોતાની પડખે ઊભા રહેવા બદલ જુનિયર એનટીઆરનો આભાર માનતાં કહ્યું હતું કે આ મામલે તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો, છતાં તેમણે એક સહકલાકાર તરીકે અવાજ ઉઠાવ્યો. તેઓ એક બહોળો પ્રભાવ ધરાવતા લોકપ્રિય અભિનેતા હોવાથી તેમની વાતનું વજન પડે છે અને સમાજ પર તેની ઊંડી સકારાત્મક અસર થશે.
જાહ્નવીએ ઉપાડેલો મુદ્દો સો ટકા સાચો છે. એની વાત નીચે તમામ અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઓ વગર કહ્યે સહી કરી આપે છે તે કહેવાની જરૂર ખરી?