Chitralok

માઈલી સાયરસ: મને કોઈ હલાવી શકે તેમ નથી...

By GS Team
29 Oct 20261 min read
માઈલી સાયરસ: મને કોઈ હલાવી શકે તેમ નથી...

હોલિવુડની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી માઈલી સાયરસ પોતાના બિન્દાસ અંદાજને કારણે ફરી ચર્ચામાં છે. લોસ એન્જલસ ખાતે યોજાયેલા તેના કમબેક કન્સર્ટ બાદ કેટલાક વાયરલ વીડિયોમાં તેના પર્ફોર્મન્સ પર સવાલો ઉઠાવાયા હતા. આ નકારાત્મકતાનો જડબાતોડ જવાબ આપતાં રવિવારના શોમાં માઈલીએ સ્ટેજ પરથી જ નારાજગી વ્યક્ત કરી અને તેને માત્ર ક્લિકબેટ તથા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પેંતરો ગણાવ્યો.
પોતાના સમર્પણ પર સવાલ ઉઠાવનારાઓને સ્પષ્ટ શબ્દોમાં સંબોધતા માઈલીએ કહ્યું કે હું મારા દરેક કામમાં સો ટકા પ્રામાણિક રહું છું. ચાર વર્ષના લાંબા વિરામ બાદ સ્ટેજ પર પર પાછી ફરેલી આ કલાકારે સ્વીકાર્યું કે કરીઅરના દરેક મોટા મુકામે વિવાદો ઊભા થયા જ છે. જોકે, અગાઉ જે જીવન તે કઠોરતાથી જીવતી હતી, હવે તેમાંથી બહાર આવીને મુક્ત મને અને આનંદપૂર્વક જીવવું એ જ મારી ખરી ઓળખ બની ગઈ છે.
બાળપણમાં 'હેના મોન્ટાના'થી શરૂઆત કરનાર માઈલીએ ગ્રેમી વિજેતા ગીત 'ફ્લાવર્સ' અને સુપરહિટ આલ્બમ 'એન્ડલેસ સમર વેકેશન' દ્વારા પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી છે. આ કોન્સર્ટ સાબિત કરે છે કે કોઈપણ પ્રકારની અફવા કે ટીકા તેને પોતાના સંગીત અને કલા પ્રત્યેના લગાવથી ડગાવી શકે તેમ નથી.