ડોલી પાર્ટનને માઈલી સાયરસની લાગણીસભર અંજલિ

હોલિવુડ સ્ટાર અને ગાયિકા માઈલી સાયરસે ફરી એકવાર પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ, કન્ટ્રી મ્યુઝિક લેજેન્ડ ડોલી પાર્ટનની યશોગાથા ગાઈ છે. પાર્ટન માત્ર સાયરસની ગોડમધર જ નહીં, પરંતુ તેની ગુરુ અને પ્રેરણામૂત પણ રહી છે. સાયરસના પરિવાર સાથેના નિકટના સંબંધને કારણે તેને બાળપણથી જ દાયકાઓનો અનુભવ ધરાવતી આ દિગ્ગજ કલાકાર પાસેથી ઘણું શીખવા મળ્યું છે. પોપ, રોક અને કન્ટ્રી સંગીત વચ્ચે સહજતાથી ગાઈ શકવાની સાયરસની ક્ષમતા પર પાર્ટનનો ઊંડો પ્રભાવ છે. તેનું શ્રે ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે સાયરસે પાર્ટનના ક્લાસિક ગીત 'જોલેન' પર પાવરફુલ પરફોર્મન્સ આપ્યું. પાર્ટને પણ સાયરસના અર્થઘટનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. પાર્ટને સાયરસની કારકિર્દીના દરેક તબક્કે તેનું સમર્થન કર્યું છે અને બંનેએ સાથે મળીને મંચ પણ ગજવ્યા છે.
સાયરસની આ અંજલિ માત્ર ઔપચારિક નથી, પરંતુ એ વાતનું પ્રતિબિંબ છે કે કલાત્મક પ્રેરણા એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે ઉતરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ હોવા છતાં સાયરસે ક્યારેય પાર્ટનના પ્રભાવને છુપાવવાનો પ્રયાસ નથી કર્યાે. પરિણામે, પાર્ટનનો વારસો સાયરસના યુવા શ્રોતાઓ સુધી પણ ખૂબ સહજતાથી
પહોંચ્યો છે.
માઈલી સાયરસ અને ડોલી પાર્ટનનો સંબંધ સાબિત કરે છે કે હોલિવુડના ઝાકઝમાળ અને દબાણ વચ્ચે પણ કેટલાક સંબંધો પ્રેમ અને પરસ્પર આદરના પાયા પર ટકી રહે છે.




