Chitralok

મલ્લિકા શેરાવતની શેખી : 'ટોમ ક્રુઝને મારા પર ક્રશ છે...'

By GS Team
27 Aug 20262 mins read
મલ્લિકા શેરાવતની શેખી : 'ટોમ ક્રુઝને મારા પર ક્રશ છે...'
  • મલ્લિકા શેરાવતની હવે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ડિમાન્ડ રહી નથી. એને ભાગ્યે જ કોઈ ફિલ્મ મળે છે. એટલે ન્યુઝમાં રહેવા મલ્લિકા મેડમ જાતજાતના ગતકડાં કરતાં રહે છે.
  • 'જૂઠ નહીં બોલ રહી.મેરા ફોન હોતા તો મૈં આપકો વિડીયોઝ દિખાતી ઉસકી…'

બોલિવુડની એક સમયની સેક્સ સિમ્બોલ મલ્લિકા શેરાવતની હવે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ડિમાન્ડ રહી નથી. એને ભાગ્યે જ કોઈ ફિલ્મ મળે છે. એટલે ન્યુઝમાં રહેવા મલ્લિકા મેડમ જાતજાતના ગતકડાં કરતી રહે છે.
હમણાં એણે ઓટીટી પર પ્રસારિત થતા કરણ જોહરના રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ - સિઝન ટુ'માં એવી શેખી કરી કે, 'હોલિવુડના સુપરસ્ટાર ટોમ ક્ઝને મારા પર 'ક્રશ' છે. સરળ ભાષામાં કહીએ તો મલ્લિકાનો દાવો છે કે ટોમ એના મોહમાં પડી ગયો છે! લો, બોલો.
સોશિયલ મિડીયા પર વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયેલી એક ક્લિપમાં ૦૦૦નો કોન્ટેસ્ટંટ અને કોમેડિયન આદિત્ય કુલ શ્રે ઉર્ફે કુલ્લુ મલ્લિકાને એવું પૂછતો દેખાય છે કે, 'મલ્લિકાજી,આપકો કિસી પે ક્રશ આયા હૈ કભી?' જવાબમાં એક્ટ્રેસ એકદમ કોન્ફિડન્સથી કહે છે, 'નહીં, સબકો મેરે પર હી ક્રશ આતા હૈ. ટોમ ક્ઝ કો આયા હુઆ હૈ આજકલ.'
મલ્લિકાના આવા ધડાકા (અથવા બકવાસ)થી શોના કોન્ટેસ્ટંટસનું વિચારમાં પડી જવું સ્વાભાવિક હતું. પોતાના દાવામાં વજન લાવવા ઉમેર્યું, 'જુઠ નહીં બોલ રહી.મેરા ફોન હોતા તો મૈં આપકો વિડીયોઝ દિખાતી ઉસકી…'
આમ કહીને મેડમે એવો નિર્દેશ આપી દીધો કે ટોમ એને વીડિયોઝ મોકલે છે. મલ્લિકા પાસેથી આ પ્રકરણમાં વધુ બાતમી કઢાવવા કોન્ટેસ્ટંટસે હળવેકથી પૃચ્છા કરી, 'કૈસે વીડિયોઝ ભેજ રહે હૈ વો?'
હરિયાણવી મેડમને તો આટલું જ જોઈતું હતું. એણે પોતાના દાવામાં ઉમેરો કરતા કહ્યું કે, 'ટોમ મને પાર્ટીમાં સાથે મહાલતા હોઈએ એવા વીડિયો મોકલે છે. આ સાંભળીને એક કોન્ટેસ્ટંટે ચબરાકીથી પૂછયું, 'વો એકદમ કૂલ હ ના?' જવાબમાં મલ્લિકાએ હોલિવુડના સુપરસ્ટારને વણમાગ્યું સટફિકેટ આપતા કહ્યું, 'અરે વો તો ફેબ્યુલસ હૈ…'