જેનિફર ગાર્નર સેલિબ્રિટીનાં સંતાનોએ ભયમાં શા માટે જીવવું જોઈએ?

જેનિફર ગાર્નરે પોતાની નવી સિરીઝ 'ધી ફાઈવ સ્ટાર વીકએન્ડ'ના પ્રમોશન દરમિયાન પ્રસિદ્ધિની ટોચ પર હતી ત્યારે પાપારાઝી દ્વારા થતી આક્રમક સતામણી વિશે ચોંકાવનારી વિગતો આપી છે. 'શટ અપ ઈવાન' પોડકાસ્ટ પર ગાર્નરે યાદ કર્યું કે કેવી રીતે ફોટોગ્રાફરો તેના પરિવાર ફરતે વીંટળાઈ વળતા, જેનાથી રોજિંદી દિનચર્યા અસુરક્ષિત અને તણાવયુક્ત બની ગઈ હતી.
ગાર્નર અને હેલી બેરીએ ૨૦૧૩માં કેલિફોનયા સ્ટેટ એસેમ્બ્લી કમિટી સમક્ષ સેલિબ્રિટી બાળકો માટે મજબૂત સુરક્ષાની માંગ કરી હતી, જેના લીધે સગીરોની સતામણી કરનારા સામે સખત કાયદો બન્યો. ગાર્નરે સ્પષ્ટતા કરી કે આ મુદ્દો માત્ર અગવડતાનો નહોતો, પરંતુ જાહેર જગ્યાઓમાં પરિવારનો પીછો કરવાથી ઊભા થતાં વાસ્તવિક જોખમો વિશે હતો. ફોટોગ્રાફરો તેની લોનમાં કાર હંકારી લાવતા, બાળકોની સોકર મેચો ખાતે ભીડ કરતા, બાળરોગ નિષ્ણાંતની ઓફિસના દરવાજા બ્લોક કરી દેતા અને શાળાએથી છોડતી વખતે બાળકોને પછાડી પણ દેતા.
આજે પણ સ્થિતિમાં ખાસ ફેર પડયો નથી. બે ફોટોગ્રાફરો છેલ્લા વીસ વર્ષથી તેનો પીછો કરી રહ્યા છે. ગાર્નર સ્વીકારે છે કે પ્રસિદ્ધિથી તેના પરિવારને ઘણી સુવિધાઓ અને આથક લાભ પણ મળ્યા છે. તેનાં બાળકો હવે મોટા થઈ ગયા છે, છતાં ગાર્નરનો સંદેશ સ્પષ્ટ છે કે સેલિબ્રિટી સ્ટેટસનો અર્થ ક્યારેય એવો નથી થતો કે બાળકોએ ભય અને જોખમ હેઠળ જીવવું પડે.









