ઋષભ શેટ્ટીની ઐતિહાસિક ફિલ્મને હોલિવુડની એક્શન ટીમનો સાથ!

- 'ધ પ્રાઈડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ' ફિલ્મનો ઉદ્દેશ સુપ્રસિદ્ધ મરાઠા યોદ્ધાની હિંમત, નેતૃત્વ ક્ષમતા અને લશ્કરી પ્રતિભાને વિરાટ સ્તરે રજૂ કરવાની છે
ફિફિલ્મસર્જક સંદીપ સિંહ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ધ પ્રાઈડ ઓફ ભારત 'છત્રપતિ શિવાજી મહારાજ'ની યુદ્ધ સિક્વન્સ તૈયાર કરવા માટે હોલિવુડના જાણીતા માર્ક હેન્સન સહિત એક પ્રતિતિ આંતરરાષ્ટ્રીય એક્શન ટીમને લાવી રહ્યા છે. આ એક અભૂતપૂર્વ ડગલું કહી શકાય, કેમ કે માર્ક હેન્સન અગાઉ 'ગેમ ઓફ થ્રોન્સ', 'વાઇકિંગ્સ', 'ધ વિચર' અને 'ગ્રેવિટી' જેવા વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં પોતાના કૌશલ્યનો પરિચય આપી ચૂક્યા છે.
આ ફિલ્મમાં ષભ શેટ્ટી કેન્દ્રસ્થ ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે અર્જુન રામપાલ અને વિવેક ઓબેરોય પણ મહત્ત્વના રોલમાં છે. નિર્માતા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, માર્ક હેન્સનની સાથે વ્લાડ રિમ્બર્ગ પણ આ ટીમ સાથે જોડાયા છે, જેમના નામ 'ધ ફેટ ઓફ ધ ફ્યુરિયસ', 'બ્લડશોટ' અને 'લુસિફર' જેવા જાણીતા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. આ પાવરહાઉસ ટીમને પૂર્ણ કરનાર ક્રેગ મેક્રે છે, જેમના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં 'ટ્રોય થ ફોલ ઓફ એ સિટી'નો સમાવેશ થાય છે.
'ધ પ્રાઈડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ' ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ સુપ્રસિદ્ધ મરાઠા યોદ્ધાની હિંમત, નેતૃત્વ ક્ષમતા અને લશ્કરી પ્રતિભાને વૈશ્વિક સ્તરે એવી રીતે રજૂ કરવાનો છે, જેથી વિશ્વભરના દર્શકો તેને માણી અને સમજી શકે. રૂ. ૫૦૦ કરોડથી વધુના જંગી બજેટ સાથે બે ભાગમાં બનનારી આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને વારસાની ઉજવણી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સિનેમાની સમૃદ્ધિ પણ દર્ળાવશે.
ષભ શેટ્ટી અગાઉ 'બેલ બોટમ' અને બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ 'કાંતારા'થી ખૂબ જ લોકપ્રિય બન્યા છે. 'કાંતારા' ફિલ્મે તેમને શ્રે અભિનેતા તરીકેનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ અપાવ્યો છે.ષભ શેટ્ટીએ ૨૦૧૨માં આવેલી ફિલ્મ 'તુગલક'થી પોતાની એક્ટિંગ કરિયરનો પ્રારંભ કર્યો હતો.
'ધ પ્રાઈડ ઓફ ભારત થ છત્રપતિ શિવાજી મહારાજ' નામની બે ભાગમાં બનનારી આ ઐતિહાસિક ફિલ્મમાં ચોંકાવનારી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. આ ભવ્ય પ્રોજેક્ટમાં હવે ભૂમિ પેડણેકરનો પણ સમાવેશ થયો છે, જે કર્ણાટકની મહારાણી અને નિષ્ણાત યોદ્ધા બેલાવાડી મલ્લમ્માની ભૂમિકા ભજવશે. આ દમદાર રોલ માટે ભૂમિને સત્તાવાર રીતે સાઈન કરી લેવામાં આવી છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવાનું આયોજન છે.
યોદ્ધા મહારાણીની ભૂમિકા વિશે વાત કરતાં ભૂમિ કહે છે, 'મહાન મરાઠા યોદ્ધા-રાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને વારસા પર બની રહેલી આ ફિલ્મનો ભાગ બનવા બદલ મને ગર્વ છે. કર્ણાટકની બહાદુર મહારાણી બેલાવાડી મલ્લમ્માની ભૂમિકા ભજવવી અને તેમને સ્ક્રીન પર જીવંત કરવી એ મારા માટે એક શ્રે અવસર છે. હું 'કાંતારા' અને ષભ શેટ્ટીની બહુ મોટી પ્રશંસક છું. આથી જ જ્યારે નિર્માતા-નિરદેશક સંદીપ સિંહે મારી સમક્ષ આ વાર્તા રજૂ કરી, ત્યારે મેં તરત જ હા પાડી દીધી, કારણ કે આ ભૂમિકા મેં અગાઉ કરેલા તમામ પાત્રો કરતાં સાવ અલગ છે.'
આ ફિલ્મ રાહ જોવાનું મન થાય તેવી છે એ તો નક્કી.









