ગોવિંદાનો પ્રતિકાર : 'તમાશા બના કે રખ દિયા હૈ...'

- ગોવિંદાએ એક જાહેર નોટિસ જારી કરીને એવી ચેતવણી આપી છે કે ખોટા દાવા ફેલાવવા માટે જવાબદાર લોકો પર કાનૂની કાર્યવાહી અને રૂ. ૧૦૦ કરોડની નુકસાનીનો દાવાનો સામનો કરવો પડી શકે છે.
અંગત જીવન વિશે ખોટી માહિતી, અફવા અને બદનક્ષી પ્રેરિત માહિતી જેવા ચોતરફી આક્ષેપોથી કંટાળેલા અભિનેતા ગોવિંદાએ હવે એક જાહેર નોટિસ જારી કરીને બધા જ પ્રકારના ખોટા આક્ષેપોને જડમૂળથી નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આવી માનહાનિ પ્રેરિત અહેવાલો પ્રસાશિત કરનાર કે તેને ટેકો આપનારા વિરુદ્ધ રૂ. ૧૦૦ કરોડનો દાવો માંડવાની વાત કરી છે. આથી, દેખિતી રીતે જ સર્વત્ર સક્ષાયે ફેલાઈ ગયો છે.
ગોવિંદાએ એક જાહેર નોટિસ જારી કરીને એવી ચેતવણી આપી છે કે ખોટા દાવા ફેલાવવા માટે જવાબદાર લોકો પર કાનૂની કાર્યવાહી અને રૂ. ૧૦૦ કરોડની નુકસાનીનો દાવાનો સામનો કરવો પડી શકે છે. આ નોટિસ અભિનેતા અને તેના અંગત જીવન વિશે ખોટી બદનક્ષીકારક, દુર્ભાગ્યપૂર્ણ અથવા અપ્રામાણિક સામગ્રીના નિર્માણ અને પ્રસાર સામે છે.
આ માહિતી જ્યારે પ્રેસમાં જઈ રહી હતી ત્યારે અભિનેતાએ કોઈ જવાબ આપ્યો નહોતો, પણ તેમના મેનેજર શસી સિંહાએ આ જાહેરાતની પુષ્ટિ કરી હતી. 'તમાશા બના કે રખ દિયા હૈ, ઔર સબ મઝા લે રહે હૈ, ઇન્કિલુડિડ ઇન્ડસ્ટ્રી પિપલ ઔર સોશિયલ મીડિયા,' એમ તેણે ઉમેર્યું હતું.
'૨૦૧૯થી આ દંપતિના લગ્નમાં ત્રીજી વ્યક્તિ સાથે સંકળાયેલા આરોપો પર કોઈ ટિપ્પણી કર્યા વિના તેણે ઉમેર્યું હતું, 'ગોવિંદાજી ઔર સુનિતાજી કી શાદી મેં અગર કોઈ દરાર આયી હૈ, આ ફિર ક્યૂં આયી હૈ એ અંગે કોઈ પ્રકારનો જવાબ આપવાનો તેમનો અધિકાર છે તે તેમનો ખાનગી મામલો છે. તેઓ પહેલા ક્યારેય છૂટાછેડા ઇચ્છતા નહોતા. સુનિતાજીએ બે વર્ષ પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી અને ૧૯ ઓગસ્ટે તે પાછી ખેંચી લીધી છે. બે વર્ષ સુધી ગોવિંદાએ ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું, પરંતુ હવે આ જાહેર તમાશો બની ગયો. તેણે (ગોવિંદા) હંમેશાં તેના પરિવારને ટેકો આપ્યો છે. તેથી જે કંઈ બદનક્ષીભર્યું, ચકાસવામાં નહીં આવી હોય તેવી સામગ્રી શેર કરશે તેણે મુશ્કેલીનો સામનો કરવો પડશે.'
રાખી સાવંતની સુનિતા સાથે થયેલી વાતચીત વાઇરલ થઈ
રાખી સાવંત સાથે સુનિતા આહુજાની વાતચીત સમાચારમાં આવ્યાના એક દિવસ પછી આ નોટિસ આવી છે. રાખીએ જાહેર કરેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન, સુનિતાને એમ કહેતી સાંભળવામાં આવી હતી કે ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકર સાથે લગ્ન કરવા માગતો હોવાથી તેણે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.




