હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સિનેમેજિક-અજિત પોપટ
પૂર્વતૈયારીમાં વ્યસ્ત હતાં. ફિલ્મ સર્જકના કહેવાથી વસંત દેસાઇએ આ ગીતો વાણી જયરામ નામની ગાયિકાના કંઠે ગવડાવીને રેકોર્ડ કરી લીધાં. વાણીના ખુશનસીબે ગીતો હિટ નીવડયાં.
આલગભગ દરેક દાયકે આવું બનતું રહ્યું છે. ૧૯૫૦ના દાયકામાં યુવાનો દેવ આનંદ જેવી હેરસ્ટાઇલ રાખવાના પ્રયાસો કરતા અને યુવતીઓ સાધના નૈયર જેવી હેર સ્ટાઇલ રાખવાના પ્રયાસો કરતી. પછીના દાયકે આવ્યા ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને મનોજકુમાર. આ દાયકાના ટીનેજર્સે પહેરવેશના ફેરફારો અપનાવ્યા. એ પછી રાજેશ ખન્ના સ્ટાઇલની હેરસ્ટાઇલ અને શર્ટ આવ્યા. હાલ સલમાન ખાન કે શાહરુખ ખાન યુવા પેઢીના આદર્શ હોવાની માન્યતા છે. વર્તમાન સમયના કલાકારોને આદર્શ ગણીને એમના જેવી હેરસ્ટાઇલ, ફેશન અને બોલવા-ચાલવાની સ્ટાઇલ યુવા પેઢી અપનાવવાના પ્રયાસો કરતી હોય છે. એને ધ્યાનમાં લઇને ગીતકાર ગુલઝારે એક સ્ટોરી લખેલી.
એ સ્ટોરી ફિલ્મ સર્જક હૃષીકેશ મુખરજીને ગમી ગઇ. ફિલ્મોમાં દેખાડાતા સ્ટંટ જે તે હીરો જ કરે એ દર વખતે શક્ય હોતું નથી. હીરોના ડુપ્લીકેટ આવા સીન કરતા હોય છે. ગુલઝારની વાર્તામાં એક સ્કૂલગર્લ ધર્મેન્દ્રને એકપક્ષી પ્રેમ કરે છે. એ વડીલો દ્વારા પસંદ કરાયેલા યુવક સાથે સગપણ કરવા તૈયાર થતી નથી. પરિવારના એક વડીલ કોઇ મિત્રની સહાયથી ધર્મેન્દ્રને આ યુવતી સામે લાવે છે અને ધર્મેન્દ્ર આ યુવતીને પરણવા ઉત્સુક યુવાન સામે ફાઇટમાં પરાજિત થાય છે એ જોઇને પેલી યુવતી વડીલોએ પસંદ કરેલા યુવાન સાથે પરણવા તૈયાર થાય છે એવી થોડી રમૂજી અને થોડી બોધપ્રેરક કથા પરથી હૃષીકેશ મુખરજીએ ફિલ્મ 'ગુડ્ડી' બનાવેલી. સૌથી વધુ રસપ્રદ વાત એ હતી કે હૃષીકેશ અને ગુલઝાર પ્રત્યેના પ્રેમ-આદરના પગલે આ ફિલ્મમાં અશોક કુમાર, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, શત્ઘ્ન સિંહા, પ્રાણ અને ઓમપ્રકાશ જેવા સિનિયર કલાકારોએ આ ફિલ્મમાં કેમિયો કરેલો.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે જયા ભાદુડી-બચ્ચનની આ પહેલી હિન્દી ફિલ્મ હતી જેમાં જયાએ ધર્મેન્દ્રને પ્રેમ કરતી સ્કૂલગર્લની ભૂમિકા કરેલી. ગુડ્ડી બહુ ઓછાં ગીતો ધરાવતી ફિલ્મ હતી. ફિલ્મ હળવી અને રમૂજી હોવા છતાં વસંત દેસાઇએ બંને ગીતો શુદ્ધ ક્લાસિકલ રાગરાગિણી પર આધારિત બનાવેલાં અને બંને ગીતો હિટ નીવડયાં એટલુંજ નહીં, એક ગીત તો દેશવિદેશની સ્કૂલોમાં પ્રાર્થના તરીકે સ્વીકારાયું. એ ગીત ગુલઝારે ભગવીતાના એક શ્લોકને કેન્દ્રમાં રાખીને બનાવેલું એમ કહી શકાય. ગીતામાં ભગવાને કહ્યું છે કે મનઃ એવ મનુષ્યાણામ્ બંધનમ્ મોક્ષયોઃ માણસના સુખદુઃખનું કારણ મન છે. ગુજરાતી લોકસંગીતમાં મનને વખોડતા ઘણા દૂહા છે, જેમ કે મન લોભી, મન લાલચુ, મન ચંચળ મન ચોર, મનનું કહ્યું ન કરીએ, મન હરાયું ઢોર…
પ્રાર્થના જેવું ગીત એટલે 'હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરેં, દૂસરોં કી જય સે પહલે, ખુદ કી જય કરેં..' અંતરામાં કહ્યું, 'ભેદભાવ અપને દિલ સે સાફ કર સકેં, દૂસરોં સે ભૂલ હો, તો માફ કર સકેં, જૂઠ સે બચે રહેં સચ કા દમ ભરેં, દૂસરોં કી જય સે પહલે ખુદ કી જય કરેં…'
શક્ય છે, ફિલ્મ સર્જક હૃષીકેશ મુખરજીએ કે કદાચ ગીતકાર ગુલઝારે સૂચન કર્યું હશે કે આ ગીતનું સ્વરાંકન કેવા પ્રકારે કરવું. વસંત દેસાઇએ સામાન્ય રીતે ભક્તિપ્રધાન ગીતો માટે વપરાતા રાગ કેદારમાં આ ગીતની તર્જ બાંધી છે. છ માત્રાના દાદરામાં આ તર્જ સંગીત નહીં જાણનારાને પણ આકર્ષી લે છે. કેદાર રાગમાં આપણને અગાઉ પણ થોડાંક ખૂબ સરસ ભક્તિગીતો મળ્યાં છે. 'દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અંખિયાં પ્યાસી રે…' (ફિલ્મ 'નરસી ભગત', સંગીતકાર રવિ) અને 'બેકસ પે કરમ કીજિયે સરકાર-એ-મદીના…' (ફિલ્મ 'મુગલ-એ-આઝમ', સંગીતકાર નૌશાદ). 'હમ કો મન કી શક્તિ દેના…' ગીત આજે પણ દેશવિદેશની ઘણી સ્કૂલોમાં નિત્યપ્રાર્થના તરીકે સ્વીકારાયું છે એ ગુલઝાર અને વસંત દેસાઇની અનોખી સિદ્ધિ છે.
બીજું ગીત ઋતુપ્રધાન કે મોસમી ગણી શકાય એવું છે. એના શબ્દો પણ ચોક્કસ મોસમનો અહેસાસ કરાવે છે. શબ્દો છે- 'બોલે રે પપીહરા પપીહરા, નિત મન તરસે, નિત મન પ્યાસા, નિત મન પ્યાસા, નિત મન તરસે… બોલે રે પપીહરા…' વિરહિણી નાયિકાના મનની વાત કેવી હૃદયસ્પર્શી રીતે ગુલઝારે કરી છે એ માણો- 'પલકોં પર એક બૂંદ સજાયે, બૈઠી હું સાવન લે જાયે, જાયે પી કે દેશ મેં બરસે, નિત મન પ્યાસા, નિત મન તરસે…' અને છેલ્લા અંતરામાં નાયિકા કહે છે, 'સાવન જો સંદેશા લાયે, મેરી આંખ પે મોતી છાયે, જાયે મિલે બાબુલ કે ઘર સે, નિત મન પ્યાસા, નિત મન તરસે…'
આ ગીત વર્ષા ઋતુના રાગ મિયાં મલ્હાર પર આધારિત છે. અગાઉ જણાવેલું એમ 'ધરતી પરનો કચરો દૂર કરે મલ હારયતિ ઇતિ મલ્હાર. વસંત દેસાઇ અને લતા મંગેશકર વચ્ચે ગેરસમજ વધવાનું કારણ આ ગીતો છે. હૃષીકેશ મુખરજીને નિશ્ચિત સમયમાં અને ચોક્કસ બજેટમાં 'ગુડ્ડી' ફિલ્મ પૂરી કરવી હતી. લતાજી પાસે કદાચ સમય નહોતો. એ પોતાની વિદેશ યાત્રાની પૂર્વતૈયારીમાં વ્યસ્ત હતાં. ફિલ્મ સર્જકના કહેવાથી વસંત દેસાઇએ આ ગીતો વાણી જયરામ નામની ગાયિકાના કંઠે ગવડાવીને રેકોર્ડ કરી લીધાં. વાણીના ખુશનસીબે ગીતો હિટ નીવડયાં.
ખલાસ, લતાજીને માઠું લાગી ગયું. કશું કહ્યા વિના વસંત દેસાઇનો બોયકોટ કર્યો. એટલી હદે કે 'ગુડ્ડી' ફિલ્મ પછી લતાજીએ જેટલાં ઇન્ટરવ્યુ આપ્યા એમાં ક્યાંય સંગીતકાર વસંત દેસાઇનો નામોલ્લેખ પણ નહીં કે પોતાનાં માનીતાં ગીતોમાં વસંત દેસાઇનું એક પણ ગીત સુદ્ધાં નહીં. વસંત દેસાઇ વિસરાતા ચાલ્યા. આમ જુઓ તો 'ગુડ્ડી' રજૂ થઇ. ૧૯૭૧માં એટલે કે અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેનનો યુગ શરૂ થાય એ અરસામાં. લતાજીની કારકિર્દીનો એ ઉત્તરાર્ધ હતો. વાણીના કંઠમાં એક વિશેષ તાજગી અને સ્ફૂત હતી. લતાજીએ ઉમળકાભેર વાણીને બિરદાવી હોત તો… પણ વાસ્તવ જીવનમાં 'જો' અને 'તો' હોતાં નથી.
ખેર ફિલ્મ સુપરહિટ નીવડી અને પહેલી જ ફિલ્મથી જયા ભાદુડી-બચ્ચન જામી ગયાં. આ ફિલ્મમાં ફિલ્મ 'મધુમતી'નું સંગીતકાર સલીલ ચૌધરીએ સ્વરાંકિત કરેલું અને લતાએ ગાયેલું એક ગીત પણ હૃષીદાએ મૂકેલું- 'આજા રે પરદેશી, મૈં તો કબ સે ખડી ઇસ પાર, અંખિયાં થક ગઇ પંથ નિહાર…'









