એમ્મા રોબર્ટ્સે નવા અંદાજમાં શરૂ કરી પ્રેમભરી સફર

હોલિવુડ અભિનેત્રી એમ્મા રોબર્ટ્સે તાજેતરમાં પોતાના પ્રેમી અને અભિનેતા કોડી જોન સાથે લગ્ન કરીને ચાહકોને એક મનમોહક સરપ્રાઇઝ આપી છે. નજીકના સ્વજનોની હાજરીમાં યોજાયેલા આ અંગત સમારોહમાં વચનોના આદાનપ્રદાન અને પ્રેમભર્યા ચુંબને વાતાવરણને જાદુઈ બનાવી દીધું હતું. સૌથી હૃદયસ્પર્શી ક્ષણ એ હતી જ્યારે એમ્મા પોતાના પુત્રનો હાથ પકડીને મંડપ તરફ આગળ વધી હતી. તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં માત્ર એક શબ્દ લખ્યોથ 'હિચ્ડ'.
ફેશન બાબતે ટ્રેન્ડસેટર રહેલી એમ્મા શિફોન વેડિંગ ગાઉન, મેચિંગ હેડબેન્ડ અને થાઈ-હાઈ સ્લિટ સાથે પરીકથા જેવી સુંદર લાગતી હતી, જ્યારે કોડી જોન ક્લાસિક બ્લેક ટક્સીડોમાં ડેશિંગ દેખાતો હતો. ઓગસ્ટ ૨૦૨૨થી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલે જુલાઈ ૨૦૨૪માં સગાઈ કરી હતી અને ૨૫ જુલાઈએ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા.
વ્યાવસાયિક મોરચે પણ એમ્મા એટલી જ સફળ રહી છે. ફિલ્મ 'બ્લો'થી શરૂઆત કરીને નિકલોડિયનની સિરીઝ 'અનફેબ્યુલસ' દ્વારા ટીનેજ આઈકોન બનેલી એમ્માએ 'એક્વામરીન', 'વાઈલ્ડ ચાઈલ્ડ', 'સ્ક્રીમ ૪', 'વી આર ધી મિલર્સ', 'પાલો અલ્ટો', 'નર્વ', 'હોલિડેટ' અને સુપરહીરો ફિલ્મ 'મેડમ વેબ' જેવી વૈવિધ્યસભર ફિલ્મો આપી છે.
તાજેતરમાં તે નેટ સ્મિથની સ્ટોપ-મોશન ફેન્ટસી ફિલ્મ 'સૌરસ સિટી'માં જોવા મળી હતી, જ્યાં તેના કામની ભારે પ્રશંસા થઈ હતી. હવે તે એક રહસ્યમય એક્ટિંગ વર્કશોપ પર આધારિત આગામી ફિલ્મ 'ધી ટેકનિક'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. એક તરફ લગ્નજીવનની સુંદર શરૂઆત અને બીજી તરફ નવા પ્રોજેક્ટ્સ સાથે એમ્મા હાલ પોતાની જિંદગીના સુવર્ણ તબક્કાને માણી રહી છે.સોપાન, એમ્મા રોબર્ટ્સ અત્યારે પોતાની જિંદગીના સૌથી શ્રેષ્ઠ અને સુુવર્ણ તબક્કાનો સંપૂર્ણ આનંદ માણી રહી છે.




