Chitralok

ફિલ્મી ગીતોમાં પંખીઓ કલશોર કરી રહ્યાં છે

By GS Team
6 Aug 20264 mins read
ફિલ્મી ગીતોમાં પંખીઓ કલશોર કરી રહ્યાં છે
  • પ્રેમીઓની વાતો પણ નિરાળી! કોયલ ટહુકે તો વિરહમાં રહેતી યુવતીને પિયુ યાદ આવે છે! પ્રેમીના વિરહમાં ઝૂમતી કે મનમીતના આગમનની રાહ જોતી પ્રેયસીના મુખે પણ સુંદર ગીતો ગવાયાં છે.
  • આજ મૈં જવાન હો ગઇ હૂં, ગુલ સે ગુલિસ્તાં ગઇ હૂં… ઓ મીઠું મિયા ભૂલેગા મુઝકો કભી ના…
  • મોરની બાગામાં બોલે આધી રાતમાં…
  • પંખ હોતે તો ઉડ આતી રે રસિયાઓ જાલમા…
  • કબૂતર જા જા જા કબૂતર જા જા જા …

વર્ષોથી ફિલ્મી ગીતોમાં જુદાં જુદાં પક્ષીઓને વિષય બનાવીને સુમધુર ગીત-સંગીતની રચના થતી આવી છે તે તમે નોંધ્યું? આ એક ગીતનો પંક્તિઓ જોઇએ.. (ફિલ્મ સિકંદર-એ- આઝમ)
જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયાં કરતી હૈ બસેરા
વો ભારત દેશ હૈં મેરા…
જહાં પ્રેમ કી ઘંટી સદા બજાતા
આયે શામ સવેરા… વો ભારત દેશ હૈ મેરા..
આપણી પ્રિય જન્મભૂમિ ભારતનું કેટલું સરસ કલ્પના વર્ણન છે! ડાળીએ ડાળીએ સોનાની ચકલીઓ જ્યાં નિવાસ કરે છે તેવો આ ભારત દેશ છે! આ ચકલીઓ- એટલે કે પક્ષીઓ ઉપર કેટલાંક સુંદર ગીતો આપણા ગીતકારોએ રચ્યા છે આજકાલ એક ફિલ્મ અને તેનું એક ગીત ખૂબ જ લોકપ્રિય છે જેમાં જે પંખીનું નામ છે તે છે 'કાગડો!'
કાગડો ધિક્કારમય પક્ષી છે પણ તેનું સામાજીક વ્યવહારિક મહત્વ વિશેષ છે. દા.ત. પૂર્વજોના મૃત્યુ દિવસે આ કાગડાઓને ભોજન કરાવવામાં આવે છે તો જ મૃત્યુ પામનારના આત્માને શાંતિ મળે છે એવી એક માન્યતા છે.
વળી, કોઇની અગાશી ઉપર કે ઘર પાસે જો કાગડો બેસી કા… કા.. કરતો રહેતો હોય તો તે ઘરમાં મહેમાન આવવાના છે તેવી પણ એક માન્યતા છે! એવા જ ભાવવાળું એક ગીત એક જૂની ફિલ્મનું હતું :
મોરી અટરીયા પે કાગા બોલે
મોરા જીયા ડોલે,
કોઇ આ રહા હૈ…
એકબીજું લોકપ્રિય
ગીત હતું ફિલ્મ.. 'બોબી'નું..
જૂઠ બોલે કૌંઆ કાટે,
કાલે કૌએસે ડરીયો
મૈં માઇકે ચલી જાઉંગી
તુમ દેખતે રહીઓ…
કંઇ જુઠું બોલવાથી ક્યારેય કાગડાએ કોઇને ચાંચ મારી હોય તેવું સાંભળ્યું તો નથી પણ આવું આ ગીતમાં કીધું છે એટલે હસતા હસતા, તોફાન મસ્તી દરમ્યાન આ કહી શકાય ખરું!
આવા જ ભાવવાલું એકગીત છે ફિલ્મ 'જૂઠ બોલે કૌઆ કાટે'નું જે ટાઇટલ સોંગ છે.
છત પર કાલા કૌઆ બેઠા
કાંય કાંય કરતાં રહેતા
આતે જાતે સબસે કહેતા..
જૂઠ બોલે કૌઆ કાટે..
આગળ ચકલીની વાત આવી તો ચકલી વિશેનું એક બાળગીત પણ જોઈ લઈએ જે જૂની ફિલ્મ 'બહુરાની'નું છે.
ચુન ચુન કરતી આઇ ચીડીયા
મુંહ મેં દાના લાઈ ચીડીયા..
મોર ભી આયા, કૌઆ ભી આયા..
બાળકોના ગીતમાં આમ પણ પંખીઓની વાતો તો આવે જ છે કારણ કે ઉડતા, મસ્ત આઝાદ પંખીઓને જોવાની મઝા તો બાળકોને અને મોટા સૌને આવે છે.
જુની ફિલ્મ 'ચોરી ચોરી'નું એક ગીત આવા જ કોઇ ભાવવાળું હતું.
પંછી બની ઉડતી
ફિરું મસ્ત ગગનમેં
આજ મૈં આઝાદ
હું દુનિયા કે ચમનમેં…
રાષ્ટ્રીય પક્ષી મોર પણ ફિલ્મી ગીતોમાંથી બાકાત રહી શક્યો નથી. કળા કરતો મોર જોવો એ પણ એક લ્હાવો છે. ગીત છે ફિલ્મ 'ગૌરી'નું.
મોર બોલે, ચકોર બોલે,
આજ રાધા કે નૈનો મેં શ્યામ ડોલે..
વ્હી. શાંતારામની એક ફિલ્મ હતી 'સેહરા'! જેમાં સંગીતની સુરાવલીનો મધુર સૂર સાંભળવા મળે છે. ગીત ગાતી વખતે, દ્રશ્યમાં જુદા જુદા પંખીઓએ તેમના જુદા જુદા અવાજો, સંગીતની ધૂન અને તેની લય મુજબ નાયિકાની નૃત્યની મુદ્રાઓ વિ. જોતા આખું ગીત દ્રશ્ય ખરેખર અદ્ભુત લાગે છે. ગીતના શબ્દો હતા: પ્રેમી પંખીડાની આ વાત છે..
પંખ હોતે તો ઉડ આતી રે
રસિયાઓ જાલમા
તુઝે દિલકા દાગ દીખલાતી રે
ઓઓઓ….
આપ સૌને ખબર હશે કે જૂના જમાનામાં જ્યારે ટપાલ વહેંચણીની વ્યવસ્થા ન હતી ત્યારે કબૂતરોનો ઉપયોગ સંદેશો આપવા લેવા થતો હતો! આ ઘ્યાનમાં રાખી ફિલ્મ: 'મૈને પ્યાર કીયા'માં પ્રેમી દિલોની ભાવના પત્ર દ્વારા વ્યક્ત કરવામાં ગીતમાં કબૂતરનો ખૂબ સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે.
કબૂતર જા જા જા કબુતર જા જા જા
પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો પહુંચા…
બધા પંખીઓમાં સુંદરતામાં મો૨ પછી નંબર આવે છે પોપટનો.. પોપટ-મેના વિષે ઘણી વાતો બાળ સાહિત્યમાં આવી ગઇ છે. આવું એક ગીત હતું ફિલ્મ 'ફકીરા'નું.
'તોતા-મૈના કી કહાની તો પુરાની પુરાની હો ગઈ' પ્રેમી પંખીડાની વાતોમાં પહેલાંના જમાનામાં તોતા- મૈનાનો ઉલ્લેખ થતો હશે પણ પછી તો પ્રેમી પાત્રોનો દાખલો લોકો અનુસરવા માંડયા જેમ કે 'લૈલા મજનુ', 'શીશી ફરહાદ', 'હી૨રાંઝા' વિ.વિ…
પોપટનો એક ઉલ્લેખ ફિલ્મ - 'મૈં સુંદર હું'માં પણ થયો હતો. ગીત નાયિકા ગાઇ રહી છે.
આજ મૈં જવાન હો ગઇ હું,
(પછી પોપટ મીઠું મીઠું બોલે છે તેનો અવાજ પણ રેકોર્ડ કર્યો હતો)
ગુલ સે ગુલિસ્તાં ગઇ હું..
યે દિન યે સાલ યે મહીના
ઓ મીઠંુ મીયા ભૂલેગા મુઝકો કભી ના…
ઋતુઓનો રાજા વસંત આવે છે ત્યારે બાગ બગીચામાં ફૂલો ખીલે છે, ચારે તરફ લીલી હરિયાળી છવાઈ જાય છે. આમ્રકુંજમાં કોયલ ટહુકી ઉઠે છે. અને.. આનું એક ખૂબ જ સુંદર વર્ણન 'આયે દિન બહાર કે'ના એક ગીતમાં કરવામાં આવ્યું છે…
સૂનો સજના પપીહે ને
કહા સબસે પુકાર કે
સંભલ જાઓ ચમનવાલો
કે આયે દિન બહાર કે…
આવું બીજું એક જૂની ફિલ્મનું ગીત છે શમસાદ બેગમના સૂરીલા કંઠે ગવાયેલું :
કા હે કોયલ શોર મચાયે રે
મોહે અપના કોઈ યાદ આવે રે…
પ્રેમીઓની વાતો પણ નિરાળી! કોયલ ટહુકે તો વિરહમાં રહેતી યુવતીને પિયુ યાદ આવે છે!
પ્રેમીના વિરહમાં ઝૂમતી કે મનમીતના આગમનની રાહ જોતી પ્રેયસીના મુખે પણ સુંદર ગીતો ગવાયા છે. જેમ કે 'ચાંદની' ફિલ્મમાં શ્રીદેવી પર અજમાવાયેલું :
મોરની બાગામાં બોલે
આધી રાત કો..
ખનન… ખન….
ચુડિયાં ખનક ઊઠી…
એવી જ રીતે કોઈ ચિત્તચોરને પોતાની નજીક આવતો જોઈને મદમસ્ત થઈ ગયેલી યૌવના ગાય એવું ગીત કરિશ્માએ ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'માં ગાયું છે :
મારે હિવડા (હૃદય-દિલ)મે ંનાચે મોર… તત્ થૈયા થૈયા…
આમ, ફિલ્મી ગીતોના જુદા જુદા ભાવ સુંદર રીતે આકાર લેતા રહ્યા છે.