Chitralok

ઍન હેથવે ફેશન આઈકનથી ડ્રામાટિક પાવરહાઉસ

By GS Team
10 Sep 20261 min read
ઍન હેથવે ફેશન આઈકનથી ડ્રામાટિક પાવરહાઉસ

ઍન હેથવે લાંબા સમયથી હોલિવુડની સૌથી વર્સેટાઈલ અને લોકપ્રિય અભિનેત્રી રહી છે. 'ધી પ્રિન્સેસ ડાયરીઝ'થી લઈને 'લા મિસરેબલ્સ'માં ઓસ્કર વિજેતા પરફોર્મન્સ સુધી તેણે પોતાની અભિનય ક્ષમતા વારંવાર સાબિત કરી છે. હવે ૨૦૨૬નું વર્ષ તેની કારકિર્દીનું સૌથી વ્યસ્ત વર્ષ બની રહ્યું છે, જેમાં તે અનેક મહત્વકાંક્ષી ફિલ્મો સાથે ફરી વૈશ્વિક સ્પોટલાઈટમાં આવી છે.
ડેવિડ લોવરી દિગ્દશત સાયકોલોજિકલ ડ્રામા 'મધર મેરી'માં હેથવે એક પોપ સ્ટારનું શીર્ષક પાત્ર ભજવ્યું. ઍનની 'ધી ડેવિલ વેર્સ પ્રાડા-ટુ' અને ક્રિસ્ટોફર નોલનની ભવ્ય ફિલ્મ 'ધી ઓડીસી' ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે અને વખણાઈ ચૂકી છે. ઍનની આગામી ફિલ્મો પણ ધમાકેદાર છે. જેમ કે, કોલીન હૂવરની બેસ્ટસેલિંગ થ્રિલર પર આધારિત 'વેરિટી'. તેમાં તે ડાકોટા જોનસન અને જોશ હાર્ટનેટ સાથે એક રહસ્યમય લેખિકાનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય તે અર્બન થ્રિલર 'ધી એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ'નો પણ હિસ્સો છે.
દરમ્યાન, ચાહકો 'ધી પ્રિન્સેસ ડાયરીઝ-થ્રી'ની પણ રાહ જોઈ રહ્યા છે. વધુમાં, ટોમ ક્ઝ સાથે 'ડેઝ ઓફ થન્ડર'ની સીક્વલમાં પણ હેથવે રેસિંગ ટીમ ઓનર તરીકે સ્ક્રીન શેર કરવાની છે.
સાચ્ચે, ઍન હેથવી ફિલ્મોની આ સૂચિ જોઈને મોંમાંથી એક જ ઉદ્ગાર નીકળે છે: ગજ્જબ!.