એન્ના કેન્ડ્રિક જીવનની અંગત વાતો અંગત જ રહેવી જોઈએ...

અભિનેત્રી ઍના કેન્ડ્રિક તેના પરફોર્મન્સની મૌલિકતા, સહજ સંવાદ છટા અને ઇમોશનલ ઊંડાણને કારણે સતત પ્રશંસા મેળવતી રહી છે. તેની પાસે હાસ્ય અને અસહાયતાનું એવું મિશ્રણ કરવાની ક્ષમતા છે, જેનાથી દર્શકો તેના પાત્રો તરફ આકર્ષાય છે. દિગ્દર્શકો પણ સેટ પર તેની વ્યાવસાયિકતા, તૈયારી અને સહયોગાત્મક ભાવનાને બિરદાવતા રહ્યા છે.
શૂટિંગ સિવાય કેન્ડ્રિક સભાનપણે લાઈમલાઈટથી અળગી રહે છે. અંગત જીવનનાં રહસ્યો ખુલ્લેઆમ શેર કરવા કરતા અનેક હોલિવુડ સેલિબ્રિટીઓથી વિપરીત કેન્ડ્રિક પોતાના રોમેન્ટિક સંબંધો અને પારિવારિક બાબતોને ખાનગી રાખવાનું જ પસંદ કરે છે. ગોસિપના સ્થાને કામને મહત્વ આપવાની આ નીતિએ તેની ઇમેજ વધુ મજબૂત કરી છે. મુલાકાતો દરમિયાન તે ગપશપને બદલે ફિલ્મસર્જન, સર્જનાત્મકતા, માનસિક સ્વાસ્થ્ય અને આત્મસંશય પર વિજય મેળવવા જેવા વિષયો પર નિખાલસતાથી વાત કરે છે. બ્રાન્ડ્સ અને ફેશન કંપનીઓ પણ તેની સમજદાર અને આડંબરહીન વ્યક્તિત્વની કદર કરે છે. દિગ્દર્શન ક્ષેત્રે સફળ પ્રવેશ બાદ, એના કેન્ડ્રિક હવે કેમેરાની સામે અને પાછળ બંને જગ્યાએ હોલિવુડમાં એક સક્ષમ અને પોઝિટિવ હસ્તી તરીકે ઉભરી આવી છે. વાહ.









