Chitralok

આલિયા-શર્વરીને આકરાં વર્કઆઉટ્સ ફળ્યાં નહીં

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
યશરાજ ફિલ્મ્સની 'આલ્ફા' માટે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘે આકરી ફિટનેસ ટ્રેનિંગ લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી અભિનેત્રીઓએ દર્શાવ્યું કે એક્શન સીન્સ સહેલા નથી. વીડિયોમાં તેઓ સ્ટેપ-અપ્સ, બોક્સિંગ, પુશઅપ્સ, કેટલબેલ સ્વિંગ્સ અને ટાયર ટ્રેનિંગ કરતી દેખાઈ. જોકે, પ્રેક્ષકોને ફિલ્મની વાર્તામાં રસ હોય છે, પડદા પાછળની મહેનતમાં નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

આલિયા-શર્વરીને આકરાં વર્કઆઉટ્સ ફળ્યાં નહીં
  • 'આલ્ફા'ની પબ્લિસિટી માટે બન્ને હિરોઈનોએ ફિલ્મ માટે કેટલી આકરી ફિટનેસ ટ્રેનિંગ લીધી છે તે દર્શાવતો વીડિયો મોટા ઉપાડે સોશિયલ મિડીયા પર શેર કરવામાં આવ્યો, પણ…

ફિ લ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ તગડું ઓપનિંગ લે એ માટે ફિલ્મમેકર્સ જાતજાતના નુસખા અજમાવે છે. અગાઉ પ્રોડયુસર્સ હિરો-હિરોઈનના અફેરની અફવા ચગાવતા પણ બદલાયેલા સમયમાં આવા ગપગોળાથી દોરવાઈને દર્શકો થિયેટરોમાં આવવા લલચાતા નથી. એટલે હવે સોશ્યલ મીડિયા પર મૂવીને લગતી કોઈ નક્કર હકીકત શેર કરાય છે. આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મસે બોક્સ ઓફિસ પર અને અન્યથા નિરાશાજનક સાબિત થયેલી એકશન થ્રિલર 'અલ્ફા'ની પબ્લિસિટી માટે આવો જ નક્કર નુસખો અજમાવ્યો હતો. 'આલ્ફા'ની હિરોઈનો આલિયા ભટ્ટ અને શર્વરી વાઘે ફિલ્મ માટે પોતે કેટલી આકરી ફિટનેસ ટ્રેનિંગ લીધી છે એ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો મૂકી અભિનેત્રીઓએ લોકો સુધી એવો મેસેજ પહોંચાડયો છે કે 'ફિલ્મોમાં એક્શન સીન્સ કરવા ખાવાનો ખેલ નથી. અમે બંનેએ એને માટે કેટલી મહેનત કરી છે એવી એક ઝલક જુઓ.'
વીડિયોમાં આલિયા અને શર્વરી જાતજાતની એકસરસાઈઝ કરતી દેખાય છે. સૌપ્રથમ તેઓ કમરની નીચેના હિસ્સાની મુવમેન્ટ દર્શાવતી સ્ટેપ-અપ્સ એક્સરસાઈઝ કરે છે. આ એક્સરસાઈઝ રેગ્યુલર કરવાથી પગ સુડોળ બને છે, પિંડી મજબૂત થાય છે અને બે પગ વચ્ચેનું બેલેન્સ સુધરે છે. એ ઉપરાંત એક પગ પર લાંબો વખત ઊભા રહી શકાય છે.
વર્કઆઉટ ગિયર (કોસ્ચ્યુમ્સ)માં સજ્જ આલિયા અને શર્વરી ત્યાર બાદ બોક્સિંગ ડ્રિલ્સ શરૂ કરી સ્પીડ અને ચોકસાઈ સાથે ફટાફટ પંચ મારતી દેખાય છે. બોક્સિંગ એક સઘન ફુલબોડી વર્કઆઉટ છે, જે શરીરનો સ્ટેમિના વધારવા ઉપરાંત બોડીના ઉપલા ભાગની સ્ટ્રેન્થ વધારે છે અને રિફલેક્સીસમાં પણ સુધારો લાવે છે. બોક્સિંગમાં શરીરની વધારાની કેલરીઝ સારા એવા પ્રમાણમાં બળી જાય છે.
આ એકટ્રેસોના ફિટનેસ સેશનનો મોટો હિસ્સો સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે ફાળવવામાં આવ્યો હતો. આલિયા અને શર્વરીએ ઘણાં પુશઅપ્સ કર્યા છે. તેનાથી છાતી અને ખભાનું બળ વધે છે. એ ઉપરાંત વીડિયોમાં તેઓ કેટલબેલ સ્વિંગ્સ કરતી પણ જોવા મળે છે. આ એકસરસાઈઝથી નિતંબ, કમર, ઘૂંટણની પાછળના ભાગના સ્નાયુઓ અને એની આસપાસની નસોની પરિશ્રમ ખમવાની ક્ષમતા વધે છે.
પોતાની ટોટલ બોડી સ્ટ્રેન્થને ઉચ્ચ સ્તર સુધી લઈ જવા બંનેએ વજનદાર ટાયર્સ ઉપાડી ટાયર ટ્રેનિંગ પણ લીધી છે. આ એકસરસાઈઝમાં પગ, પીઠ, ખભા અને બંને હાથ સામેલ થતા હોવાથી વ્યક્તિના હાથની પક્કડમાં સુધારો થાય છે અને શરીરમાં પરિશ્રમ ખમવાની ક્ષમતા પણ વધે છે. સ્કીપિંગ (દોરડા કૂદવા) એક અસરકારક કાર્ડિયો વર્કઆઉટ છે, જે આપણાં હૃદયને સ્વસ્થ રાખવા ઉપરાંત શરીરમાં ચપળતા લાવે છે. વીડિયોના સમાપનમાં બંને એકટર્સ સ્પોટ પર દોડતી જોવાય છે. એ એક સરળ પણ અસરકારક કાર્ડિયો એકસરસાઈઝ છે. આ બધુંય સાચું, પણ સો મણનો સવાલ તો આ જ હતો અને છેઃ ફિલ્મ કેવી છે? ઓડિયન્સને સરસ વા-ર-તા જોવામાં રસ છે, પડદા પાછળ હિરોઈનોએ કેટલો પરસેવો પાડયો તે જાણવામાં નહીં.

  • 'આલ્ફા'ની પબ્લિસિટી માટે બન્નેે હિરોઈનોએ ફિલ્મ માટે કેટલી આકરી ફિટનેસ ટ્રેનિંગ લીધી છે તે દર્શાવતો વીડિયો મોટા ઉપાડે સોશિયલ મિડીયા પર શેર કરવામાં આવ્યો, પણ…