છોટા ઉદેપુરના મોટી ઝુડલી ગામે બે બાળકીના ડૂબી જતા મોત, સરકારી પાઈપલાઇન લીક થતાં પાણી ભરાયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drowning Incident In Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા મોટી ઝુડલી ગામે પાણીની પાઇપલાઇન લીક થવાના કારણે ભરાયેલા પાણીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘરના આંગણે રમતા-રમતા કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, મોટી ઝુડલી ગામમાં રહેતા બુધારિયા ભીલની બે દીકરીઓ ઘર નજીક રમી રહી હતી. ગામમાંથી પસાર થતા કોઝવેની બાજુમાં જ સરકારી પાઇપલાઇન લીક હોવાના કારણે એક મોટા ખાડોમાં પાણી ભરાયું હતું. આ દરમિયાન બંને બાળકીઓ રમતાં-રમતાં અચાનક આ પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો ઊંડો હોવાના કારણે બંને બાળકીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક બાળકીઓના નામ
નીરુમતિ બુધારિયાભાઈ ભીલ (ઉંમર: 4.5 વર્ષ)
મીનાક્ષી બુધારિયાભાઈ ભીલ (ઉંમર: 3.5 વર્ષ)
એક જ પરિવારની બે સગી બહેનોના આ રીતે ડૂબી જવાથી મોતના પગલે માતા-પિતામાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગ્રામજનો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.









