Chhota Udaipur

નસવાડી: શ્રાવણના પહેલા સોમવારે પશુપતિનાથ મહાદેવ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, 'હર હર મહાદેવ'ના નાદથી પરિસર ગુંજ્યું

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
શ્રાવણ 2026 ના પ્રથમ સોમવારે નસવાડી સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ભક્તિનો અદભુત માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ શિવભક્તો દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરવા ઉમટી પડ્યા હતા. જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા લાંબી કતારો જોવા મળી. 'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડી: શ્રાવણના પહેલા સોમવારે પશુપતિનાથ મહાદેવ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, 'હર હર મહાદેવ'ના નાદથી પરિસર ગુંજ્યું

Shravan 2026: પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે નસવાડી સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો ભારે ઉત્સાહ અને અદભુત ભક્તિમાહોલ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રારંભ સાથે જ વહેલી સવારથી પશુપતિનાથ ધામ ખાતે દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

જળાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા લાંબી કતારો

વહેલી સવારથી જ શિવભક્તોએ મંદિરે પહોંચી ભગવાન ભોળાનાથના દર્શન કરી જળાભિષેક, દૂધાભિષેક, ધૂપ-દીપ અને પવિત્ર બિલ્વપત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું. ભક્તોએ પશુપતિનાથ મહાદેવના ચરણોમાં શિશ નમાવી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દર્શન માટે સુચારૂ વ્યવસ્થા

શ્રાવણી સોમવારને પગલે મંદિરે ભક્તોની સતત વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના સેવકો અને સ્થાનિક આયોજકો દ્વારા દર્શન માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નસવાડીનું પશુપતિનાથ મહાદેવ મંદિર સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.