Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડી APMCની 10 બેઠકો પર ચૂંટણી, ભાજપ Vs ભાજપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા, 15 વર્ષ બાદ ખેડૂતો કરશે મતદાન

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી APMC ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 533 મતદારો ઉત્સાહભેર પોતાનો મતાધિકાર વાપરી રહ્યા છે. 15 વર્ષે મતદાનનો મોકો મળતાં ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે. ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડી APMCની 10 બેઠકો પર ચૂંટણી, ભાજપ Vs ભાજપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા, 15 વર્ષ બાદ ખેડૂતો કરશે મતદાન

Naswadi APMC Election: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMCની ચૂંટણીને લઈને આજે બુધવારે(9 સપ્ટેમ્બર) સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં ખેડૂત વિભાગમાં કુલ 533 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

15 વર્ષે ખેડૂત વિભાગના મતદારોનું મતદાન

મહત્ત્વની વાત એ છે કે, લગભગ 15 વર્ષ બાદ ખેડૂત વિભાગના મતદારોને મતદાન કરવાનો મોકો મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ મતદાનને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકે પુરુષ મતદારોની સાથે મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે.

ચૂંટણીમાં મતદાન કરવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે, APMCમાં જે પણ ઉમેદવારો ચૂંટાઈને આવે તેઓએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને ખેડૂતોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે કામગીરી કરવી જોઈએ.

ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર મેદાને

નસવાડી APMCની આ ચૂંટણીમાં ખાસ રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બંને પક્ષના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 'વંદે માતરમ્'ના વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ આપ્યો જવાબ, ભાજપે ગણાવ્યું દેશનું અપમાન

સવારથી જ મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળતા આ ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મતદારો કોના પક્ષમાં પોતાનો કળશ ઢોળે છે અને કોને APMCમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે.