છોટા ઉદેપુર: નસવાડીના પાલા ગામે ખેતરમાંથી 50 લાખનો લીલો ગાંજો ઝડપાયો, એકની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદે ફેરાફેરી અને વાવેતર સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના ખાસ માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નસવાડી તાલુકાના પાલા ગામે દરોડો પાડી ખેતરમાંથી બોગસ રીતે વાવવામાં આવેલો 50.42 લાખ રૂપિયાની કિંમતનો લીલો ગાંજો ઝડ્યો છે.
ખેતરમાંથી ગાંજાના 81 છોડ છોડ મળી આવ્યા
મળતી માહિતી અનુસાર, SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાલા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદે રીતે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 81 છોડ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 50,42,500 રૂપિયા આંકવામાં આવી છે.
ખેતર માલિક સામે કડક ગુનો દાખલ
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતર પાલા ગામના રહીશ રવિશંકર ભીલનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ખેતર માલિક રવિશંકર સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




