Chhota Udaipur

VIDEO| છોટા ઉદેપુર: નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 12 સભ્યોની સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત, તલાટીએ 15 દિવસમાં બેઠક બોલાવી

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ પ્રેરિત સરપંચ મેહુલ તડવી સામે 12 વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તલાટીને સુપરત કરી છે. સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ વિકાસ કાર્યોમાં નિષ્ક્રિય છે. તલાટીએ 15 દિવસમાં ખાસ બેઠક બોલાવવાની ખાતરી આપી છે. સરપંચે જણાવ્યું કે ખોટા કામ નહીં થવા દઉં, ભલે જેલ જવું પડે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| છોટા ઉદેપુર: નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 12 સભ્યોની સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત, તલાટીએ 15 દિવસમાં બેઠક બોલાવી

Chhota Udaipur Naswadi Gram Panchayat: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જેમાં પંચાયતના ભાજપ પ્રેરિત સરપંચ મેહુલ તડવી સામે ગ્રામ પંચાયતના 12 જેટલાં વોર્ડ સભ્યોએ એકસંપ થઈને અવિશ્વાસની દરખાસ્ત તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કરી છે. ચૂંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, સરપંચ તરીકે ચૂંટાયા બાદ તેઓ વિસ્તારના વિકાસ કામો પ્રત્યે સતત નિષ્ક્રિય રહ્યા છે, જેના કારણે વોર્ડના લોકઉપયોગી કામો અટકી પડ્યા છે.

15 દિવસમાં ખાસ બેઠક બોલાવાશે: તલાટી

બીજી તરફ, વોર્ડ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત સોંપવામાં આવતા જ સ્થાનિક પંચાયત આલમમાં ચર્ચાઓ જાગી છે. આ મામલે તલાટીએ જણાવ્યું કે, સભ્યો તરફથી મળેલી અરજી અને રજૂઆતના આધારે આગામી 15 દિવસની અંદર પંચાયતની ખાસ બેઠક બોલાવવામાં આવશે અને તેમાં જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ખોટા કામ નહીં થવા દઉં, જેલ જવું પડે તો પણ તૈયાર: સરપંચ

અવિશ્વાસની દરખાસ્ત અંગે પોતાના પક્ષ મૂકતા સરપંચ મેહુલ તડવીએ આકરો પ્રહાર કરતાં જણાવ્યું કે, 'વોર્ડ સભ્યોને ખોટુ કામ કરવું હોય, જેમાં મારો મારો વિરોધ હોવાથી સભ્યોએ આ પ્રકારે અવિશ્વાસનો દરખાસ્ત રજૂ કરી છે. મને જેલ થાય તો ભલે થાય પણ હું ખોટા કામ તો નહીં કરવા દઉં.'