પેટ્રોલના ભાવમાં ભડકો થશે? વિશ્વમાં ઓઈલની અછતનો ખતરો, બાબ અલ-મંદેબ બાદ સાઉદીનો મુખ્ય રૂટ પણ ઠપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Energy Crisis : ઇરાકથી થયેલા ડ્રોન હુમલામાં સાઉદી અરેબિયાની અત્યંત મહત્ત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનના પંપ સ્ટેશનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તારીખ 10 અને 11 સપ્ટેમ્બર 2026 ના રોજ રિયાદ અને મદીના ક્ષેત્રોમાં આવેલા પંપ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ પાઈપલાઈનને બદલે પંપીંગ મશીનરીને નષ્ટ કરી છે, જેના સમારકામમાં 10 થી 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. તકેદારીના ભાગરૂપે સાઉદી ઊર્જા મંત્રાલયે સાવચેતીના ભાગરૂપે આખી પાઈપલાઈન બંધ કરી દીધી છે. જેના કારણે દૈનિક 4 મિલિયન બેરલ તેલની નિકાસ અટકી પડ્યાની સ્થિતિ સર્જાઇ છે.
વૈશ્વિક તેલ પુરવઠા પર ગંભીર અસર
સાઉદી અરેબિયાએ પર્શિયન ગલ્ફમાં સંકટના સમયે વૈકલ્પિક માર્ગ માટે અબજો ડૉલરના ખર્ચે આ પાઈપલાઈન બનાવી હતી. આ પાઈપલાઈનની ક્ષમતા દૈનિક 7 મિલિયન બેરલ છે, જેમાંથી સામાન્ય રીતે 4 થી 5 મિલિયન બેરલ તેલ પસાર થાય છે. આ વૈશ્વિક તેલ પુરવઠાના લગભગ 4 થી 5 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં યુદ્ધના કારણે પર્શિયન ગલ્ફ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ અલ-મંદેબ પણ બંધ છે અથવા તો પ્રભાવિત છે, જેના કારણે વિશ્વ બજારમાં લગભગ 30 મિલિયન બેરલ પ્રતિદિનનો પુરવઠો ખોરવાયો છે. જેથી ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે.
હુમલાની રણનીતિ અને વૈશ્વિક અસ્થિરતા
આ હુમલા પાછળનો હેતુ માત્ર નુકસાન પહોંચાડવાનો નહીં, પરંતુ લાંબા સમય સુધી પુરવઠો ખોરવવાનો હતો. આ ડ્રોન ઇરાકના મેસાન પ્રાંતથી આવ્યા હોવાનું મનાય છે. આ ઘટના મધ્ય પૂર્વની ઊર્જા સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. જો સમારકામ સમયસર પૂરું નહીં થાય અને વૈકલ્પિક માર્ગો પરનું સંકટ ચાલુ રહેશે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થાએ મોંઘવારી અને ઈંધણની તંગીનો સામનો કરવો પડશે. ઊર્જા સુરક્ષા હવે માત્ર ઉત્પાદનની નહીં, પરંતુ સુરક્ષિત પરિવહનની પણ મોટી જરૂરિયાત બની ગઈ છે.




