Business

દિવાળી-છઠ્ઠ પર વતન જવા ટિકિટ રિઝર્વેશન ક્યારથી શરૂ થશે? જાણો તમામ વિગત-તારીખ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2026માં દિવાળી-છઠ્ઠ નવેમ્બરમાં આવશે, ત્યારે દિલ્હી, પંજાબ, રાજસ્થાનથી બિહાર-યુપી પરત ફરતાં લોકો માટે ટ્રેનની ટિકિટ મેળવવી અત્યંત મુશ્કેલ બને છે. રેલવે 60 દિવસ પહેલા સવારે 8 વાગ્યે બુકિંગ શરૂ કરે છે. ધનતેરસ 6 નવેમ્બરે અને દિવાળી 8 નવેમ્બરે હોવાથી, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ખાસ ટ્રેનોની જાહેરાત પછી પણ મુસાફરોને તત્કાલ કે બસ-ફ્લાઇટનો સહારો લેવો પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી-છઠ્ઠ પર વતન જવા ટિકિટ રિઝર્વેશન ક્યારથી શરૂ થશે? જાણો તમામ વિગત-તારીખ

Diwali-Chhath Ticket Reservation: વર્ષ 2026માં દિવાળી અને છઠ્ઠ નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવશે. દિવાળી-છઠ્ઠના તહેવારને લઈને સૌથી વધુ ટ્રેનમાં ભીડ હોય છે અને ટિકિટ મળવી અશક્ય હોય છે. બિહાર-ઝારખંડ અને યુપીમાં પ્રવાસી લોકો જે બહાર કામ કરી રહ્યા છે, તેઓ દિલ્હી, પંજાબ, રાજસ્થાન નોકરી અને મજૂરી કરે છે, તેઓ ઘરે પાછા ફરે છે. વધુ ભીડના કારણે રેલવે સ્પેશિયલ ટ્રેનોનું એલાન કરે છે, તેમ છતાં લોકોને રિઝર્વેશન નથી મળતું. અને લોકોએ તત્કાલ ટિકિટ, ફ્લાઇટ અને બસથી મુસાફરી કરવા માટે મજબૂર થવું પડે છે. જો તમને દિવાળી-છઠ્ઠ પર રિઝર્વેશન જોઈએ તો તમારે ટિકિટ બુકિંગની ડેટ અત્યારથી જ નક્કી કરી લેવી જોઈએ, કારણ કે, ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ થવાનું છે.

60 દિવસ પહેલા શરૂ થાય છે રિઝર્વેશન

દિવાળી-છઠ્ઠની તારીખ પ્રમાણે મુસાફરી કયા દિવસે કરવાની છે તે સૌથી પહેલા નક્કી કરવું જરૂરી છે. ત્યારબાદ એ તારીખના ઠીક 60 દિવસ પહેલા ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. ટ્રેનમાં રિઝર્વ ટિકિટ માટે 60 દિવસ પહેલા બુકિંગ કરવાનો નિયમ છે. સામાન્ય રિઝર્વેશનની ટિકિટ બુકિંગ સવારે 8:00 વાગ્યે શરૂ થઈ જાય છે. તેમાં તમે સ્લીપર, 3 AC, 2 AC અને ફર્સ્ટ ક્લાસ ટિકિટ રિઝર્વેશન કરી શકો છો.

દિવાળી-છઠ્ઠ માટે ટિકિટ રિઝર્વેશન ક્યારથી શરૂ થશે?

6 નવેમ્બરે ધનતેરસ ઉજવવામાં આવશે જ્યારે દિવાળી 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. બીજી તરફ છ દિવસ બાદ છઠ્ઠનો તહેવાર ઉજવાય છે. આવી સ્થિતિમાં તમે તે મુજબ તમારી યાત્રાની યોજના બનાવી શકો છો. એટલે કે તમે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં દિવાળી-છઠ્ઠ માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરી શકો છો.

સ્પેશિયલ ટ્રેનનું એલાન ક્યારે શરૂ થશે?

દિવાળી-છઠ્ઠના તહેવારની તારીખ નજીક આવતાં રેલવે હંમેશા સ્પેશિયલ ટ્રેનોનું એલાન કરે છે. બીજી તરફ કેટલીક સ્પેશિયલ ટ્રેન જે પહેલાથી જ ચાલી રહી છે, તેમાં તમે ટિકિટ બુકિંગ કરાવી શકો છો. રેલવેની જાહેરાત બાદ તમે સ્પેશિયલ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે તમારે રેલવેની જાહેરાતનું ધ્યાન રાખવું પડશે.

ટિકિટ બુકિંગની કેટલીક ટિપ્સ

સવારે 8:00 વાગ્યાથી રિઝર્વ ટિકિટ બુકિંગ શરૂ થાય છે. આવી સ્થિતિમાં તમારે ટિકિટ બુકિંગ માટે 7:50 વાગ્યે લોગિન કરવું જોઈએ. આવા સમયે ટિકિટ બુક કરવા માટે ફક્ત પ્રથમ 10થી 15 મિનિટ જ મળે છે. આવી સ્થિતિમાં પેસેન્જર લિસ્ટ, વોલેટ જેવા કેટલાક મહત્ત્વના કામો અગાઉથી તૈયાર રાખો.