Business

ભારત માટે અંદાજે ૧.૫૦ અબજ ડોલર મૂલ્યના ઘઉંની નિકાસની તક

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: રેકોર્ડ ઉત્પાદન અને સ્પર્ધાત્મક ભાવને કારણે ભારત માટે ઘઉંની નિકાસની સુવર્ણ તક ઊભી થઈ છે. એસોચેમ ગ્લોબલ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ, ભારત $1.50 અબજથી વધુના મૂલ્યના ઘઉંની નિકાસ કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, ભારત વિશ્વસનીય સપ્લાયર બનવા સજ્જ છે. આયાતકાર દેશો નવા સ્રોતો શોધી રહ્યા છે, અને ભારતના 5.13 કરોડ ટન ઘઉંના સ્ટોક સાથે, નિકાસમાં વધારો શક્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત માટે અંદાજે ૧.૫૦ અબજ ડોલર મૂલ્યના ઘઉંની નિકાસની તક

રેકોર્ડ ઉત્પાદન તથા સ્પર્ધાત્મક ભાવને પરિણામે સ્થિતિ સાનુકૂળ
મુંબઈ : રેકોર્ડ ઉત્પાદન, સ્પર્ધાત્મક ભાવ, સ્ટોકસનું સાનુકૂળ સ્તર તથા નિકાસમાં તબક્કાવાર છૂટને કારણે ભારત માટે અંદાજે ૧.૫૦ અબજ ડોલરથી વધુના મૂલ્યના ઘઉંની નિકાસની તક ઊભી થઈ છે. વિશ્વમાં ભારત ફરી એક વખત ઘઉંનો વિશ્વસ્નિય પૂરવઠેદાર દેશ બનવા સજ્જ બન્યું છે.
એસોચેમ ગ્લોબલ રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી સેન્ટર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ઘઉંની નિકાસ વધારવા ભારત માટે સ્થિતિ સાનુકૂળ હોવાનું જણાયું છે.
ભૌગોલિકરાજકીય તાણ, હવામાનમાં ખલેલ, ઉત્પાદન તથા ભાવમાં વધઘટ તથા ઊંચા નૂર ખર્ચને પરિણામે ઘઉંની વૈશ્વિક બજાર બદલાઈ રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંના પરંપરાગત પૂરવઠા માર્ગો પર અસર થઈ છે અને ઊંચા તાપમાનને પરિણામે ઘઉંના મુખ્ય ઉત્પાદક દેશો ખાતે ઉત્પાદન સંદર્ભમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ ઘટનાક્રમોને કારણે ઘઉંના આયાતકાર દેશોએ ઘઉંની પ્રાપ્તિ માટે નવા સ્રોતો શોધવાની ફરજ પડી છે.
૨૦૨૫-૨૬ની મોસમમાં ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન જે ૮૪.૪૦ કરોડ ટન રહ્યુ હતું તે ૨૦૨૬-૨૭ની મોસમમાં ઘટી ૮૧.૯૦ કરોડ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે આની સામે માગ મજબૂત રહેવાની ધારણા છે.
૨૦૨૫-૨૬ની મોસમમાં ભારતનું ઘઉં ઉત્પાદન ૧૨.૧૦ કરોડ ટન રહ્યું છે, જ્યારે ઘરઆંગણે વપરાશ ૧૧.૧૦ કરોડ ટન રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત માટે ઘઉંની નિકાસ વધારવાની સારી તક રહેલી હોવાનું અભ્યાસમાં વધુમાં જણાવાયું છે.
૨.૭૫ કરોડ ટનના ધોરણ સામે ભારત પાસે મેના અંતે ૫.૧૩ કરોડ ટન ઘઉંનો સ્ટોક જમા પડયો હતો. આમ ઘરઆંગણે ઘઉંના પૂરવઠાની ચિંતા વગર નિકાસમાં વધારો શકય છે.
ગયા સપ્તાહમાં ૨૪ ઓગસ્ટના તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે સરકારે ઘઉં, આટા, મેંદા, સોજી, તથા દુરુમ (માનવરાજ) ઘઉં પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ૧૨ જુલાઈ, ૨૦૨૨થી સરકારે ઘઉં પર નિકાસ પ્રતિબંધ લાગુ કર્યો હતો. જો કે વર્તમાન વર્ષના પ્રારંભમાં વાર્ષિક પ૦ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ હતી.
વિશ્વમાં ચીન બ
ાદ ભારત ઘઉંનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. એશિયા, આફ્રિકા તથા અખાતના દેશો ઘઉંની આયાત પર નિર્ભર કરે છે. ભારતમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ટન ૨૬૮ ડોલર છે જ્યારે વિશ્વબજારમાં ઘઉં ૩૦૦ ડોલર ઉપર બોલાઈ રહ્યા છે. આમ વિશ્વ બજારમાં ભારતના ઘઉંના ભાવ સ્પર્ધાત્મક બની રહ્યા છે.