સરકારની નાની બચત યોજનાઓના માર્ચ ત્રિમાસિક વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં કેટલું રિટર્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PPF Interest Rate: કેન્દ્ર સરકારે પીપીએફ સહિત સરકારી નાની બચત યોજનાઓ માટે નવા વ્યાજદર જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર દર ત્રિમાસિકમાં આ યોજનાઓના વ્યાજમાં મોંઘવારીના આધારે ફેરફાર કરે છે. જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર માર્ચ ત્રિમાસિકમાં 7.1 ટકા વ્યાજ મળશે. પીપીએફ યોજના પર 7.1 ટકાનો વ્યાજદર 1 એપ્રિલ, 2020થી લાગુ છે. તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે પહેલાં 7.9 ટકા વ્યાજ મળતું હતું.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં મોટાભાગની સ્કીમમાં વ્યાજદર યથાવત્ રખાયા છે. જાન્યુઆરીથી માર્ચ, 2025 ત્રિમાસિક દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર 4 ટકા વ્યાજદર યથાવત્ રખાયો છે.
આ પણ વાંચોઃ દેશમાં રોજ સરેરાશ રૂ. 60 કરોડની સાયબર ચોરી, સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ
નાની બચત યોજનાઓના વ્યાજદર (એપ્રિલ ત્રિમાસિક, 2024-25)
| નાની બચત યોજના | વ્યાજદર |
| સેવિંગ્સ ડિપોઝિટ | 4 ટકા |
| 1 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ | 6.9 ટકા |
| 2 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ | 7.0 ટકા |
| 3 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ | 7.1 ટકા |
| 5 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ | 7,5 ટકા |
| 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ | 6.7 ટકા |
| નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ | 7.7 ટકા |
| કિસાન વિકાસ પત્ર | 7.5 ટકા |
| પબ્લિક પ્રોવિડન્ટ ફંડ | 7.1 ટકા |
| સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.2 ટકા |
| સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ | 8.2 ટકા |
| મંથલી ઈનકમ એકાઉન્ટ | 7.4 ટકા |
નાની બચત યોજનાઓનો હેતુ
કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષિત અને નાના રોકાણકારો માટે નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનું સંચાલન પોસ્ટ ઓફિસ તેમજ અમુક બેન્કો દ્વારા થાય છે. જેને ત્રણ કેટેગરીમાં ફાળવવામાં આવી છે. પ્રથમ સેવિંગ્સ ડિપોઝિટ, બીજુ સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને ત્રીજુ મંથલી ઈનકમ પ્લાન. સેવિંગ્સ ડિપોઝિટમાં પીપીએફ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમને આવરી લેવામાં આવી છે. સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સમાવિષ્ટ છે. જ્યારે મંથલી ઈનકમ પ્લાનમાં મંથલી ઈનકમ એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો.




